અરવલ્લી જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદ, છાંટા પડતા ખેડૂતો ચિંતામાં

રાજ્યભરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા, શામળાજી, મેઘરજ પંથકમાં વરસાદી માહોલ છવાયો છે.

આ જિલ્લાઓમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડવાથી અનેક જગ્યાએ છાંટા પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. અને વાતાવરણના પલટાથી ઉભા પાકને નુકસાન થવાની ભિતી સેવાઇ રહી છે. હાલમાં ખેતરમાં વાવેલા ઉભા પાકને વરસાદના કારણે નુકશાન થઈ શકે છે.

એક તરફ ખેડૂતોની સ્થિતિ પહેલેથી નબળી ચાલી રહી છે, એવામાં વરસાદી મોસમના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ઉપરાંત આ વર્ષે ઉનાળુ પાક માટે સરકારે પાણી પર કાપ મૂકવાનો વિચાર કર્યો છે, તેનાથી પણ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે અને બીજી તરફ વાતાવરણ પણ ખેડૂત સાથે મજાક કરવાના મૂડમાં હોય એવું જોવા મળી રહ્યું છે.

You might also like