સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી

અમરેલી : આજે વહેલી સવારથી જ અમરેલીનાં સાવરકુંડલા, ખાંભા અને વીજપડીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર અંદાજે 2 ઇંચ વરસાદ પડ્યો હતો. જેનાં પગલે ખેડૂતો અને લોકોમાં આનંદનું વાતાવરણ છે. ખેડૂતો પણ વરસાદનાં આગમનથી ખેડૂતોમાં ખુશી છે કારણ કે આ વાવણી લાયક વરસાદ થયો છે. ગીરસોમનાથ જિલ્લાનાં વેરાવળમાં પણ અત્યારે વરસાદ ચાલી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઇ છે. વેરાવળ સોમનાથમાં પણ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.

ભાવનગર જિલ્લામાં મહૂવાથી તળાજા સુધીનાં આખાય પટ્ટામાંવરસાદ પડ્યો હતો. દરેક સ્થળે વત્તાઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો. જૂનાગઢ જિલ્લાનાં કેશોદ, માળીયા હાટીનામાં પણ વરસાદ ખાબક્યો હતો. જ્યારે પોરબંદર જિલ્લામાં પણ વરસાદનાં એંધાણ છે. જ્યારે અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારમાં થોડો થોડો વરસાદ પડ્યો હતો. જો કે મધ્યગુજરાતમાં હજી સુધી ક્યાંય પણ વાવણીલાયક વરસાદ થયો નથી. પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વાવણી લાયક પડી ચુક્યો છે.

You might also like