અમદાવાદમાં મોડી સાંજે અમી છાંટણા : સૌરાષ્ટ્રમાં ધોધમાર

અમદાવાદ : તેલંગાણામાં સર્જાયેલા લો પ્રેશરનાં કારણે ગુજરાતનાં હવામાનમાં પલ્ટો આવ્યો હતો. રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં ગુરૂવારે વરસાદ વરસ્યોહ તો. સૌરાષ્ટ્ર,મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંવરસાદી ઝાપટા નોંધાયા હતા. અમદાવાદમાં મોડી સાંજે વરસાદ પડ્યો હતો. ઉપરાંત આગામી 48 કલાકમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો હોય તે રીતે ગુરૂવારે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. બીજી તરફ ગણેશ ઉત્સવનો છેલ્લો દિવસ હોવાથી વરસાદે ગણેશ વિસર્જન યાત્રા પર જાણે અણીછાંટણા વરસાવતા ભક્તો પણ હરખાયા હતા. અને યુવા હૈયાઓ ફરીથી હિલોળે ચડ્યા હતા. સૌરાષ્ટ્રનાં અમરેલી – જૂનાગઢ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ પડ્યો હતો. તો અમદાવાદનાં કેટલાક વિસ્તારોમાં મોડી સાંજે સામાન્ય વરસાદ પડ્યો હતો.

જો કે સૌરાષ્ટ્ર પર મેઘરાજા સૌથી વધારે મહેરબાન રહ્યા હતા. અમરેલી જીલ્લાનાં 10 તાલુકાઓમાં અડધા ઇંચથી અઢી ઇંચ વરસાદ વરસી ગયો હતો. જો કે આ વરસાદ પાક માટે તો સારો ગણાવી શકાય તેવી જ રીતે ન તો ખરાબ ગણાવી શકાય. પરંતુ કેટલાક પાકમાં આ વરસાદનાં કારણે જીવાત પડી જવાની આશંકા પણ ખેડૂતો સેવી રહ્યા છે. ખેડૂતોનાં અનુસાર છાંટેલી દવાની અસર વરસાદનાં કારણે ઓસરી જતા કાં તો ફરી દવા છાંટવી પડશે અથવા તો પછી તેમાં જીવાત પડી જશે.

You might also like