મુંબઇમાં પડ્યો ભારેથી અતિ ભારે વરસાદ, BMCનાં તમામ કર્મચારીઓની રજા રદ્દ

મુંબઇઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈ શહેરમાં હવે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. આ પહેલાં હવામાન વિભાગે પણ 8થી લઇને 10મી જૂન વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ચેતવણી જાહેર કરાયા બાદ BMC દ્વારા હવે તમામ તૈયારીઓ કરી દેવાઇ છે. કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે BMCએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

મહત્વનું છે કે મુંબઈમાં ભારે વરસાદનાં કારણે ઘણાં બધાં લોકોનું જનજીવન પણ ખોરવાઈ ગયું છે. મુલુંદ, કનિદૈ લાકિઅ ઘાટકોપર, કુર્લા, દાદર અને પારેલમાં ભારે વરસાદનાં કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું.

મહત્વનું છે કે વરસાદ આવતાની સાથે જ મુંબઈવાસીઓને ગરમીથી ભારે રાહત મળી છે પરંતુ હજી પણ આગામી દિવસોમાં મુંબઈમાં ભારે વરસાદ થવાની શક્યતા દેખાઇ રહી છે.

આ ઉપરાંત મુંબઈની લાઇફલાઈન ગણાતી લોકલ ટ્રેનની સેવાને પણ માઠી અસર થઇ છે. તેમજ વિમાની સેવાને પણ તેની માઠી અસર થઇ છે. વિમાની સેવાઓમાં પણ કેટલીક ફ્લાઇટો રદ્દ કરી દેવામાં આવી છે. આ સિવાય સૌથી મહત્વની વાત તો એ છે કે BMC દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજા પણ રદ કરી દેવાઇ છે.

હજી પણ આગામી ૨૪ કલાક દરમ્યાન મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા સેવાઇ રહી છે. મુંબઈ સહિત પણ મહારાષ્ટ્રનાં આસપાસનાં વિસ્તારોમાં પણ વરસાદનાં સામાન્ય ઝાપટાં શરૂ રહ્યાં છે. તંત્ર દ્વારા પણ વરસાદને ધ્યાનમાં રાખી બચાવ અને રાહતની કામગીરી હાથ ધરાઇ છે. મહત્વનું છે કે વરલી, ચેમ્બુર, ઘાટકોપર, કુર્લા, દાદર, પારેલ જેવાં અનેક વિસ્તારોમાં સૌથી વધારે પાણી ભરાયાં છે.

મળતી માહિતી મુજબ એવું કહેવાય છે કે આ અઠવાડિયા દરમિયાન વરસાદ તમામ જૂના રેકોર્ડ તોડી શકે છે. જો કે સાવચેતીનાં પગલે NDRFની ત્રણ ટીમો પણ હાલમાં તૈનાત કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે તારીખ 9 જૂનથી ગુજરાતમાં પણ વરસાદ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે.

You might also like