વરસાદ નહીં થવા પાછળ પાકિસ્તાન જવાબદાર, અંબાલાલ પાસેથી જાણો કેમ…..

ગુજરાતઃ રાજ્યમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પાકિસ્તાન તરફથી ફુંકાઈ રહેલાં પવનોને વરસાદ નહીં આવવા અંગે જવાબદાર ગણાવેલ છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી ફુંકાતા પવનનાં કારણે વાદળો બંધાઈ નથી રહ્યાં. જો કે આગામી 10 દિવસ સુધીમાં ચોમાસુ સક્રીય થશે તેવી આગાહી પણ તેઓએ કરી છે.

મહત્વનું છે કે ગુજરાતમાં વરસાદની આગાહીમાં 9 જૂનથી વરસાદ શરૂ થશે તેવી આગાહી કરવામાં આવી હતી. પરંતુ હવામાનનાં નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અંગે આગાહી કરતા જણાવ્યું કે, ચોમાસુ છિન્નભિન્ન થઇ ગયું છે. કારણ કે પાકિસ્તાન તરફથી આવતા પવનો એ ઉપરનાં લેવલમાં છે. એ ગરમીનાં કારણે ચોમાસુ વાદળોને કન્ડેન્સ્ડ થવા દેતા નથી.

આ કારણોસર ચોમાસુ આગળ જતું અટકી ગયું છે. અત્યારે હવામાન દબાણ મિલીબારમાં મપાય છે અને હવામાનનાં મિલીબારનાં ઘટતા ચોમાસાની ગતિવિધીમાં ફરક પડ્યો છે પરંતુ સૂર્યનક્ષત્ર મુકશીરમાં આંચકાનો પવન અનુભવાય છે અને આંચકાનાં આ પવનની ગતિવિધી જો જોઇએ તો તે સાનુકૂળ છે અને જેથી ચોમાસાની જો વાત કરીએ તો તે આગામી 10 દિવસમાં આવી જશે.

તારીખ 14થી 16માં દરિયો ભારે તોફાની બનશે. 45 કિ.મીની ઉપરની ગતિથી પ્રતિ કલાકે પવન ફુંકાશે. 14થી 16માં માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કેટલાંક વિસ્તારોમાં હવામાનનું અંધારૂ પલટું આવશે એવી અંબાલાલે આગાહી કરી છે.

You might also like