રાજકોટમાં વાતાવરણ પલટાયું, કરા સાથે વરસાદ પડ્યો

રાજકોટ: છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં ગરમીથી લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. ત્યારે આજરોજ રાજકોટમાં અચાનક જ વાતાવરણએ પોતાનું રૂપ બદલ્યું છે. રાજકોટમાં બપોર પછી અચનાક જ આકાશમાં વરસાદી વાદળો છવાઇ ગયા હતા. અને વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદના ઝાપટાં પડતાંની સાથે જ તોફાની પવન જોવા મળ્યો હતો, તેમજ અમુક વિસાતરમાં બરફના કરા પણ પડ્યા હતા.

આવા ભારે પવનના કારણે શહેરમાં હોર્ડિગ્સ પણ ઊડી ગયા હતા. શહેરના યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, કિશાનપરા રોડ, 150 ફૂડ રિંગ રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જો કે વરસાદથી ઠંડક પ્રસરાતા લોકોએ રાહત અનુભવી હતી.

અસહ્ય ગરમીથી કંટાલી ગયેલા લોકોએ વરસાદથી રાહત અનુભવિ હતી. લોકો રસ્તાઓ પર કરા વીણવા માટે આવી પહોંચ્યા હતા.

http://sambhaavnews.com/

You might also like