બેંગલુરુ ટેસ્ટમાં વરસાદી વિઘ્ન જારીઃ લંચ સુધીની રમત રદ

બેંગલુરુુ: ભારત દક્ષિણ અાફ્રિકા વચ્ચેની બેંગલુરુ ટેસ્ટના ત્રીજા દિવસે પણ વરસાદ સતત ચાલુ રહેવાથી અાજે ત્રીજા દિવસે લંચ સુધીની રમત રદ કરવામાં અાવી છે. ભારત અને દક્ષિણ અાફ્રિકા વચ્ચે ગઈકાલે બીજા દિવસની ટેસ્ટ વરસાદમાં ધોવાઈ ગયા બાદ અાજે ત્રીજા દિવસે પણ સતત વરસાદ ચાલુ છે અને પીચ પર કવર ઢાંકીને રાખવામાં અાવ્યું છે. શરૂઅાતમાં મેચના અેમ્પાયર અને રેફરીઅે પીચનું નિરીક્ષણ કર્યું હતું પરંતુ વરસાદ ચાલુ હોવાથી મેચ શરૂ થવામાં વિલંબ થશે એવી જાહેરાત કરી હતી.

ફરીવાર પીચનું નિરીક્ષણ કર્યા બાદ લંચ સુધીની રમત રદ કરવાનો નિર્ણય લેવામાં અાવ્યો છે. અામ વરસાદી વાતાવરણના કારણે અાજે ત્રીજા દિવસે પણ મેચ શરૂ થવાની શક્યતા નહીંવત જણાય છે અને તેથી ત્રીજા દિવસની ટેસ્ટ પણ વરસાદમાં ધોવાઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે બેંગ્લુરુ સહિત દક્ષિણ ભારતમાં વરસાદને કારણે ગઈકાલે બીજી ટેસ્ટના બીજા દિવસે પણ મેચ શરૂ થઈ ગઈ ન હતી અને બીજા દિવસની મેચ સંપૂર્ણપણે વરસાદમાં ધોવાઈ ગઈ હતી.

શરૂઅાતમાં મેચમાં વિલંબ થયા બાદ ૧૦.૩૦ વાગે મેચ શરૂ થવાની હતી અને ખેલાડીઅો મેદાનમાં ઉતારવાની તૈયારી કરી હતી પરંતુ મેચ શરૂ થવાના પાંચ મિનિટ પહેલા વરસાદના છાંટા શરૂ થઈ ગયા હતા અને થોડા સમયમાં મૂશળધાર વરસાદ વરસવા લાગ્યો હતો અાથી મેદાનના કર્મચારીઅોઅે પીચને ઢાંકી દીધી હતી અને દિવસ દરમિયાન વરસાદ ચાલુ રહેતા સમગ્ર દિવસની મેચ રદ થઈ હતી. અાજે સવારે પણ મેચ શરૂ થઈ શકી ન હતી અને શરૂઅાતમાં મેચ વિલંબથી થશે એવી જાહેરાત કરવામાં અાવી હતી પરંતુ વરસાદ ચાલુ રહેતા પીચ પર કવર ઢાંકેલું રાખવામાં અાવ્યું હતું અને લંચ સુધીની રમત રદ કરવામાં અાવી છે. લંચ બાદ ફરીથી પીચનું તેમજ વરસાદી વાતાવરણનું નિરીક્ષણ કરવામાં અાવશે અને ત્યારબાદ મેચ શરૂ કરવી કે કેમ તે અંગે યોગ્ય નિર્ણય લેવામાં અાવશે.

You might also like