આળસના કારણે આ અભિનેત્રીએ ઘણી ફિલ્મો છોડી

મુંબઇ: બાંગ્લા ફિલ્મોની જાણીતી અભિનેત્રી રાઇમા સેન ઓડિશન આપવામાં ડરે છે. રાઇમા સેનનું કહેવું છે કે, તેને ઓડિશનથી ડર લાગે છે. એટલે ઘણી ફિલ્મો તે તેના આળસના કારણે છોડી દે છે.

રાઇમાએ જણાવ્યું કે “હું ખુબ આળસું છું. મે કોઇ દિવસ નિર્દેશકને નથી કહ્યું કે, તેઓ મને ફિલ્મમાં કામ આપે. મને લાગે છે કે મારું નસીબ હશે તો ફિલ્મ જાતે મારી પાસે આવશે. હું કોઇ દિવસ ઓડિશન આપવા નથી ગઇ, કારણ કે મને તેનાથી ડર લાગે છે. મેં બોલિવૂડમાં વધારે પ્રયત્ન નથી કર્યો. મને સ્ટેજ ઉપર જતા પણ ડર લાગે છે. મને લાગે છે કે, મે ઘણી મોટી ફિલ્મો છોડી દીધી છે.” સુત્રોનાં જણાવ્યાં અનુસાર રાઇમા બોલિવૂડ ફિલ્મ ‘બોલિવૂડ ડાયરી’માં દેખાશે.

રાઇમાએ કહ્યું હતું કે, “હું ફિલ્મમાં ઇમલી નામની યુવતીના રોલમાં છું. જે ખુબ જ ફિલ્મી છે અને બોલિવૂડ ફિલ્મનો હિસ્સો બનવા માંગે છે. તે આખી જીંદગી એવું જ વિચારે છે કે ક્યારે કોઇ તેના ટેલેન્ટને ઓળખે અને તેને ફિલ્મમાં કામ કરવાની એક તક આપે. આ ફિલ્મ 26 ફેબ્રુઆરીએ પ્રદર્શિત થશે.

You might also like