હું કામ માગવા જતી નથીઃ રાઈમા સેન

રાઈમા સેન ઘણા લાંબા સમય બાદ હિન્દી ફિલ્મોમાં જોવા મળશે. રાઈમાની હિન્દી ફિલ્મોમાં શરૂઅાત તો સારી થઈ, પરંતુ તે હિન્દીમાં ઓછી, બાંગ્લા ફિલ્મોમાં વધુ જોવા મળી. તે અા અંગે વાત કરતાં કહે છે કે અમે કલાકાર છીએ અને અમારી જાતને કોઈ પણ ભાષામાં કેદ કરીને રાખવા ઈચ્છતાં નથી. મેં હિન્દી અને બાંગ્લા ફિલ્મો ઉપરાંત તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જોકે તેના કરતાં પણ મને બાંગ્લા ફિલ્મોમાં વધુ ઓફર મળી. હિન્દી ફિલ્મોની ઓફર મને ઓછી મળે છે અને હું મારા તરફથી કોઈની પાસે કામ માગવા જતી નથી.

સમય હવે બદલાઈ ચૂક્યો છે. રોજ નવી નવી પ્રતિભાઓ બોલિવૂડમાં અાવી રહી છે. અાવા સંજોગોમાં જૂના કલાકારો પોતાની ઉપસ્થિતિ નોંધાવે તે જરૂરી છે. અા અંગે રાઈમા કહે છે કે અા બાબતે મારા વિચાર અલગ છે. મારું માનવું છે કે જો કોઈ ફિલ્મકારે તમારી ફિલ્મ જોઈ છે અને તે તમને ઓળખે છે અને તેને લાગશે કે તેની ફિલ્મમાં તમારા લાયક કોઈ ભૂમિકા છે તો તે જરૂર તમને ઓફર અાપશે.
હું તેમાંથી બેસ્ટ ફિલ્મ પસંદ કરીશ. હું બંગાળના તમામ સારા ડિરેક્ટર્સ સાથે કામ કરી ચૂકી છું. મારો હેતુ માત્ર સારી ફિલ્મો કરવાનો છે.

You might also like