રેલયાત્રી એપ્લિકેશન હવે બાળકો માટે મિલ્કની ડિલિવરી પણ કરશે

ટ્રેનમાં ટ્રાવેલ દરમિયાન સુવિધાઓ અાપતી રેલયાત્રી ઈન દ્વારા હવે પેસેનજર માટે ગરમ હૂંફાળું દૂધ ડિલિવરી કરવા સુવિધા પણ શરૂ કરી છે. હવે ટ્રેનમાં ટ્રાવેલ કરતા હો તો બાળકો માટે દૂધની ચિંતા કરવાની જરૂર નથી. રેલયાત્રીની એપ્લિકેશન પરથી તમે દૂધ ઓર્ડર કરી શકશો જે તમને અમુક મોટાં સ્ટેશનો અાવે ત્યારે ગરમાગરમ અને ઢોળાય નહીં એવા પેકેજિંગમાં દૂધ ડિલિવરી કરી જશે. ટ્રેનમાં ટ્રાવેલ દરમિયાન ચોખ્ખું અને ગરમ ખાવાનું મેળવવું અઘરું છે. એમાંય નાનાં બાળકો માટેનું ફૂડ મેળવવું ખૂબ જ ડિફિકલ્ટ છે. અા એપ્લિકેશન દ્વારા તમે સીટ પર બેઠાં બેઠાં મોબાઈલથી ઓર્ડર કરી શકશો.
http://sambhaavnews.com/

You might also like