અમદાવાદની ૮ ટ્રેનોમાં શરૂ થઇ રેલવેની ‘રેડી ટુ ઇટ’ સેવા

અમદાવાદ: રેલવેમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઅો માટે થોડા સમય પહેલાં જ ઇ-કેટરીંગ સુવિધાની સગવડ અાપવાની જાહેરાત કરાઈ હતી જે હવે અમદાવાદની ૮ ટ્રેનો સહિત દેશભરની ૧૩૫૦ ટ્રેનોમાં શરૂ થઈ ચૂકી છે. જેનો વ્યાપ ધીમે ધીમે વધારવામાં અાવશે.

કોઈપણ પ્રવાસી હવે ઇ-મેઇલ કે અેસએમએસ દ્વારા પહેલેથી તૈયાર ભોજનનો અોર્ડર અાપી શકશે. શરૂઅાતના તબક્કામાં અમદાવાદની ૮ સહિત દેશની ૧૩૫૦ ટ્રેનોમાં શરૂ કરવામાં અાવેલી છે. કેટરીંગ સર્વિસ એવી ટ્રેનોમાં ઉપલબ્ધ છે જેમાં પેન્ટ્રી કાર નથી. અમદાવાદ-સુરત સહિત પ્રાથમિક તબક્કે ૪૫ રેલવે સ્ટેશનો ઉપરથી ઇ-કેટરીંગ બુકિંગ કરાવનાર પ્રવાસીને ગરમાગરમ ભોજન મળશે જે ટ્રેનમાં પેન્ટ્રી કાર નથી. પછીના તબક્કે જૂન સુધીમાં રાજકોટ અને વડોદરા-વાપી સ્ટેશનનો સમાવેશ કરાશે.

રેલ પ્રવાસીને રાત્રી ભોજન ફુલ ડીશ, લંચ ફુલ ડીશ પંજાબી અથવા ગુજરાતી કોન્ટીનેન્ટલનો વિકલ્પ મળશે. નાસ્તામાં પુલાવ-ઇડલી સંભાર, દહીં બુંદી, સબવે, બર્ગર, સેન્ડવિચ, પીઝા, પકોડા, ઉપમા, ચા-કોફી, કોલ્ડડ્રિંકસ, છોલેપુરી, છોલેભટુરે, આમલેટ, ઉપમા, દાલ-ચાવલ, બ્રેડ પકોડા, એગકરી, બોઇલ્ડ વગેરે વાનગીઓ ઇ-કેટરીંગ ઓર્ડરથી બુધ કરી શકાશે. જેની ડિલીવરી અમદાવાદ, વડોદરા અને વલસાડ સ્ટેશન પર મળશે. પ્રવાસીએ ઓર્ડર કયા સ્ટેશન અથવા કેટલા વાગે જોઇએ છે તે જણાવવાનું રહેશે.

ભૂજ પુણે એક્સપ્રેસ, મહાનગરી એક્સપ્રેસ, સુર્યાનગરી એક્સપ્રેસ, બેંગલોર એક્સપ્રેસ, ચેન્નાઇ એક્સપ્રેસ, નાગકોઇલ એક્સપ્રેસ, હાવરા એક્સપ્રેસ, ગુજરાત ક્રાંતિ વગેરે ટ્રેનોમાં ઉપલબ્ધ થશે.

You might also like