ટ્રેનમાં સુધરશે કેટરિંગ સર્વિસ, 16 કોન્ટ્રાક્ટર બ્લેક લિસ્ટેડ

નવી દિલ્હી: ટ્રેનોમાં સફર દરમિયાન યાત્રિઓને કેટરિંગથી જોડાયેલી ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ હવે આ પરેશાનીઓને દૂર કરવા માટે રેલ્વ તરફથી મોટું પગલું ભરવામાં આવ્યું છે. કેટરિંગને લગતી ફરીયાદો સાંભળવા માટે રેલ મંત્રાલયે કેન્દ્રીય કેટરિંગ સેવા નિરીક્ષણ સેલ બનાવ્યો છે. આ પહેલા ફરીયાદો માટે ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો હતો, પરંતુ હવે સીએમએમસી તત્કાલ પગલું ભર્યું છે. જાણવા મળી રહ્યું છે કે આ સેલ રોજે ખાવાના પદાર્થોની તપાસ કરશે.

આ રહેલા ફરીયાદોને ગંભીરતાથી લેનારા રેલ્વેએ કેટરિંગની જવાબદારી લેનારા વિરુદ્ધ ગત વર્ષે સખત કડક પગલાં ભર્યા હતા. રેલ્વે એ 16 ફૂડ કોન્ટ્ર્ક્ટરોને બ્લેકલિસ્ટ કરી દીધા છે અને આશરે 1.8 કરોડ રૂપિયાનો દંડ વસૂલાત કર્યો છે. જણાવી દઇએ કે સીએમએમસી રેલ્વેની સીનીયર ઓફિસરનું કહેવું છે કે દરોરજ આશરે 250-300 યાત્રીઓની ફરીયાદ સાંભળે છે.

યાત્રીઓ પાસેથી સૂચનો લેવા માટે રેલ્વે તરફથી ‘એટ આઇઆરકેટરિંગ’ ટ્વિટર હેન્ડલ પર પણ કામ કરવા લાગ્યું છે., આટલું જ નહીં સૂચન માટે હેલ્પલાઇન પણ રજૂ કરવામાં આવી છે. સાથે આશરે 357 મોટા રેલ્વે સ્ટેશનવો પર ઇ કેટરિંગ સુવિધા શરી કરી દેવામાં આવી છે.

http://sambhaavnews.com/

You might also like