કેન્સલ થયેલી ટિ‌કિટો દ્વારા જ વર્ષમાં રેલવેને 1400 કરોડની કમાણી

ભાેપાલ: રેલવે તંત્રને ૨૦૧૬-૧૭ના વર્ષમાં જ કેન્સલ થયેલી ટિકિટ દ્વારા ૧૪૦૦ કરોડની કમાણી કરી લીધી છે. આમ તો સામાન્ય રીતે દેશભરમાં કેન્સલ થતી રેલવેની ટિકિટની આવક મહત્ત્વની નથી પણ ૨૦૧૬-૧૭માં રેલવેને આવી ટિકિટો દ્વારા અધધ આવક થઈ છે.

રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પરથી જાણવા મળે છે કે વેઈટિંગ ટિકિટ કેન્સલ થતાં અને અન્ય કારણસર રદ થતી ટિકિટો પર ૨૦૧૬-૧૭માં રેલવેએ લગભગ ૧૪૦૦ કરોડની કમાણી કરી છે. કેન્સલ ટિકિટ દ્વારા થતી આવક આ રીતે દર વર્ષે સતત વધી રહી છે.

આ અંગે સામાજિક કાર્યકર રાજીવ ખરેએ ભારતીય રેલવે પાસે માહિતી અધિકાર હેઠળ માહિતી માગી હતી કે ૨૦૧૫-૧૬માં કેન્સલ ટિકિટથી ૧૧૦૪ કરોડથી વધુ કમાણી થઈ હતી. જ્યારે ૨૦૧૬-૧૭ના વર્ષમાં જ કેન્સલ થયેલી ટિકિટની આવકમાં ૧૪૦૦ કરોડનો વધારો થયો છે. રેલેવેએ ૨૦૧૬-૧૭ના વર્ષમાં કુલ એક લાખ ૬૪ હજાર કરોડની આવક મેળવી હતી.

દર કલાકે રેલવેને ૧૬ લાખથી વધુ આવક
આ અંગે બહાર આવેલી વિગતોમાં રેલવેએ જબલપુર ઝોનમાં ૪૧ કરોડની આવક મેળવી હતી. જ્યારે એક વર્ષ પહેલાં આવી આવક ૩૬ કરોડ રૂપિયા હતા. એક માહિતી અનુસાર દર કલાકે ભારતીય રેલેવે વિભાગને ૧૬ લાખથી વધુ આવક મળે છે. આ ઉપરાંત રેલવેને એક દિવસમાં સરેરાશ ત્રણ કરોડ ૮૦ લાખની આવક થાય છે.

આ અંગે આરટીઆઈ અરજદાર રાજીવ ખરેએ અેવો આક્ષેપ કર્યો હતો કે જો કોઈ વ્યકિત ઓનલાઈન વેઈટિંગ ટિકિટ બુક કરાવે અને બાદમાં તેનું રિઝર્વેશન કન્ફર્મ ન થાય તો રેલેવે રેલવે ટિકિટ કેન્સલ કરાવવાનો પણ ચાર્જ લે છે, જોકે તેમાં પેસેન્જરની કોઈ ભૂલ નથી હોતી. જો પેસેન્જર તેની ટિકિટ રદ કરાવે તો જ આવો ચાર્જ વસૂલવો જોઈએ તેવી તેમણે દલીલ કરી હતી.

You might also like