રેલવેની મુસાફરોના પૈસા બચાવતી નવી સુવિધા “કોલ 139”

નવી દિલ્હીઃ ટ્રેનનો ચાર્ટ તૈયાર થવા જઇ રહ્યો છે, જેમાં જો તમારી મુસાફરીની યોજના કેન્સલ થઇ જાય તો હેરાન થવાની જરૂર નથી. 139 પર કોલ કરીને હવે તમે કન્ફર્મ અથવા તો RAC ટિકિટ પણ કેન્સલ કરાવી શકો છે. આ સુવિધાની શરૂઆત ગઇ કાલથી સુરેશ પ્રભુએ કરી દીધી છે. અત્યાર સુધી આ સુવિધા વેઇટિંગ ટિકિટ ધરાવતા મુસાફરો માટે જ હતી

મુસાફરોના પૈસા બચશેઃ આ સુવિધા પહેલાં ઘણા મુસાફરોના પૈસા બરબાદ થતા હતા. ક્યારેક અંતિમ તબક્કે તેમની મુસાફરીની યોજના કેન્સલ થાય તો સમયના અભાવે તેઓ કાઉન્ટર પર પહોંચીને ટિકિટ કેન્સ કરવી શકતા નથી. જ્યારે ચાર્ટ બની જવાને કારણે તેમને રિફન્ડ પણ મળતુ ન હતું.

ચોક્કસ સમયમાં પ્રાપ્ત થશે રિફન્ડઃ કાઉન્ટર ટિકિટ 139 કે આઇઆરસીટીસીની વેબસાઇટ પર કેન્સલ થયા પછી મુસાફરોને રિફન્ડ મળે છે. પણ એ વાતનું ધ્યાન રાખવું કે જે ટ્રેનમાં તમારી ટિકિટ છે. તે ટ્રેન જો સાંજે 6.01થી આગામી દિવસ 6 વાગ્યાની વચ્ચે ખુલવાની હોય તો તમારે બીજા દિવસે સવારે કાઉન્ટર ખુલતાની સાથે સવારના 8-10 વાગ્યા સુધીની અંદર જ રિફન્ડ પ્રાપ્ત કરી લેવાનું રહેશે. જો ટ્રેન સવારે 6.01થી સાંજે 6 વાગ્યાની વચ્ચે હોય તો ટ્રેન ખુલ્યાના ચાર કલાકની અંદર રિફન્ડ મેળવી શકાશે. ત્યાર બાદ તમને રિફન્ડ પ્રાપ્ત થશે નહીં.

તમારે 139 પર એ જ મોબાઇલ નંબરથી ફોન કરવાનો રહશે, જે કાઉન્ટર ટિકિટ બુક કરાવેલા ફોર્મમાં લખેલો હશે. ફોન કર્યા બાદ તમારે વિકલ્ફના રૂપે 6 નંબરનું બટન દબાવવાનું રહેશે. બટન દબાવ્યા પછી કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ ફોન પર તમારી પાસે પીએનઆર અને ટ્રેન નંબર પૂછશે. ત્યાર બાદ તમારા મોબાઇલ પર વન ટાઇમ પાસવર્ડ આવશે. એક્ઝિક્યુટિવને તમારે ઓટીપી બતાવવાની રહેશે.

ત્યાર બાદ એસએમએસ આવશે કે ટિકિટ કેન્સલ થઇ ગઇ છે અને મુસાફરને પૈસા રિફન્ડ મળશે. એસએમસ બાદ એક્ઝિક્યુટિવ પણ આ મામલે મુસાફરને માહિતી આપશે. ત્યાર બાદ નિયત સમયની અંદર રિફન્ડના પૈસા મુસાફરે લઇ લેવાના રહેશે.

You might also like