ટિકિટ બુકીંગ દરમિયાન ખર્ચેલા આ 92 પૈસા આપશે તમારા જીવનને રક્ષણ

નવી દિલ્હી : રવિવારે સવારે ઇન્દોર – પટના એક્સપ્રેસની કાનપુરની નજીક થયેલી પુખરાવા દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ 145 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 200થી વધારે લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થઇ ગયા છે. આ દુર્ઘટના બાદ સામે આવ્યું કે, ઇન્દોર – પટના એક્સપ્રેસ વેનું ઓનલાઇન ટીકીટ બુક કરનારી વ્યક્તિ 694 લોકોમાંથી માત્ર 128 લોકો જ ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો વિકલ્પ પસંદ કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે રેલ્વે દ્વારા માત્ર 0.92 પૈસાના સામાન્ય દર પર લોકોને ઇન્શ્યોરન્સ આપે છે. જો કે તે ફરજીયાત નથી હોતું. પરંતુ મુસાફરી કરનાર વ્યક્તિને આઇઆરસીટીસી પર ઓનલાઇન ટીકિટ બુક કરાવતા સમયે ટ્રાવેલ ઇન્શ્યોરન્સનો વિકલ્પ આવે છે. આ વિકલ્પ પસંદ કરનાર વ્યક્તિને રેલ્વે ઇન્શ્યોરન્સ આપતી હોય છે.

આ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ માટે 92 પૈસાનો ખર્ય બાદ ટ્રેનની યાત્રા દરમિયાન જો કોઇ કારણથી યાત્રા દરમિયાન તેનું મોત થાય છે અથા પુર્ણ રીતે અપંગ થઇ જાય તો યાત્રીકના પરિવારને રેલ્વે દ્વારા 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. આંશિક રીતે વિકલાંગ થવાથી વ્યક્તિને 7.5 લાખ રૂપિયા અને હોસ્પિટલમાં સારવાર માટે 2 લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે.

ઉપરાંત આતંકવાદી હૂમલો, હિંસા, લૂંટ જેવી પરિસ્થિરીમાં ટ્રેનમાં મુસાફરી કરનાર યાત્રીને ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ચુકવવામાં આવે છે. નોંધનીય છે કે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન જો તમે ઇન્શ્યોરન્સ કરાવો છો તો સંબંધિત કંપની તમારા પર આ ટ્રાવેલ ઇન્શ્યોરન્સની સંપુર્ણ જાણકારી મોકલી આપે છે. જેમાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સની તમામ શરતો અને જાણકારી આપવામાં આવેલી હોય છે.

You might also like