રેલવે ટ્રેક પરથી યુવાનની વિકૃત હાલતમાં લાશ મળી

અમદાવાદ: અમદાવાદ-વીરમગામ રેલવે ટ્રેક પરથી એક યુવાનની લાશ મળી આવતાં પોલીસે આ અંગે સઘન તપાસ શરૂ કરી છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ-વીરમગામ રેલવે ટ્રેક પર બાલાપીર દાદાની દરગાહ પાસે વિકૃત હાલતમાં એક યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. આ યુવાનની લાશ કહોવાઇ ગયેલી હોઇ કોઇ પણ જાતના પુરાવા મળી શકયા નથી. યુવાનના મૃતદેહ પર કોઇ શખ્સોએ બળેલું ઓઇલ લગાવી દીધું હોવાનું જાણવા મળે છે. આ યુવાન કયાંનો અને કોણ હતો? તે અંગેની હજુ સુધી કોઇ માહિતી પોલીસને પ્રાપ્ત થઇ નથી. પોલીસે લાશને પીએમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like