રેલવેના પાટાની અાસપાસ પાંચ લાખ વૃક્ષો લગાવાશે

નવી દિલ્હી: ભારતીય રેલવેની જમીન પર પાટાઅોની અાસપાસ પાંચ લાખ વૃક્ષો લગાવાશે. વૃક્ષારોપણ માટે રેલવેઅે હરિયાણા અને પંજાબના રાજ્ય વન વિભાગોની સાથે એક મોડલ સમજૂતી પર હસ્તાક્ષર કરવાનો નિર્ણય લીધો છે. અા સમજૂતીથી રેલવેની જમીન પર વૃક્ષો લગાવાનો માર્ગ મોકળો થશે. રેલવે ગ્રીન ઇન્ડિયા મિશનમાં વ્યાપક યોગદાન અાપી શકે છે. વન વિભાગ વૃક્ષારોપણની સાથે તેની જાળવણી પણ કરશે. વન વિભાગ દ્વારા રેલવે ભૂમિ સીમા પર રેલવે પાટાઅોની અાસપાસ વૃક્ષારોપણ થશે. રેલવે દ્વારા અા પ્રકારની જોગવાઈથી કોઈપણ જમીનની જાહેરાત સુરક્ષિત વનના રૂપમાં કર્યા વગર જ વૃક્ષારોપણ શક્ય બની શકશે જેથી રેલવેનાં કામકાજ, વિકાસ પરિયોજનાઅોમાં કોઈપણ પ્રકારની અવરોધ નહીં અાવે.રેલવેની જમીનનું રક્ષણ પણ થઈ શકશે.

You might also like