રેલવે ટિકિટ બુકિંગમાં પ્રવાસીએ પોતાની નાગરિકતા દર્શાવવી પડશે

અમદાવાદ: હવે રેલવે ટિકિટ ખરીદતી વખતે તમામ પ્રવાસીઓએ પોતાની નાગરિકતા દર્શાવવી પડશે, એટલું જ નહીં હવે ચાર્ટમાં કયા કયા દેશના નાગરિકો ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છે તેની પણ નોંધ લેવામાં આવશે. ભારતીય નાગરિકોએ માત્ર ભારતીય એવું લખવું પડશે.

જ્યારે અન્ય દેશોના નાગરિકોએ પોતાનો પાસપોર્ટ નંબર અથવા તો દેશનો કોડ નંબર પણ લખવો પડશે. આ વ્યવસ્થા તત્કાળ અસરથી અમલમાં મુકવામાં આવી છે. અત્યાર સુધી રેલવે વિદેશી પ્રવાસીઓના નામ પર પાસપોર્ટ જોઈને ટિકિટ આપતી હતી અને કોઈ ડેટા રેકોર્ડ રાખવામાં આવતો ન હતો.

આ વ્યવસ્થા દ્વારા વિદેશી નાગરિક ક્યાં જવા, કઈ ટ્રેનમાં પ્રવાસ કરવાનું પસંદ કરે છે તે જાણી શકાશે. વિદેશી પ્રવાસીઓ અંગેના ડેટાના આધારે રેલવે પ્રવાસન વધારવા માટે નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત ઈન્ટેલિજન્સ એજન્સીઓને વિદેશી પ્રવાસીઓનો ડેટા ઉપલબ્ધ બનશે અને તેના આધારે યોગ્ય સુરક્ષાવ્યવસ્થા પણ ગોઠવી શકશે.

રેલવે શતાબ્દી અને રાજધાની જેવી સુપરફાસ્ટ ટ્રેનોમાં હવે બે એન્જિન લગાવશે. તેના કારણે ટ્રેન રોકાયા બાદ સ્પીડ પકડવામાં ઓછો સમય લાગશે. ખાસ કરીને રાજધાની એક્સપ્રેસ દ્વારા દિલ્હીથી મુંબઈ જતાં એક કલાકો સમય ઓછો થઈ જશે. રેલવે હાલ ૫૪ શતાબ્દી, ૭૦ રાજધાની એક્સપ્રેસ ચલાવી રહ્યું છું. અત્યાર સુધી માત્ર હેવી લોડ ધરાવતી માલગાડીમાં જ બે એન્જિન લગાવવામાં આવતા હતા, પરંતુ હવે સુપરફાસ્ટ ટ્રેનોમાં બે એન્જિન લાગશે
જેથી ટ્રેનની સ્પીડ વધશે અને સમય ઘટશે.

You might also like