હવે રેલવે સ્ટેશન પર ટોઈલેટ વાપરવાના પણ પૈસા ચૂકવવા પડશે

મુંબઈ: વેસ્ટર્ન રેલવેઅે અેક ટોઈલેટ પોલિસી બનાવી છે. વેસ્ટર્ન રેલવેના ટોઈલેટમાં પ્રવેશ કરશો ત્યારે હવે તમારું નાક બંધ નહીં કરવું પડે. ટોઈલેટ બ્લોક્સને સ્વચ્છ રાખવા અને તેની સારસંભાળ માટે વેસ્ટર્ન રેલવેઅે નાનામાં નાની બાબત ધ્યાનમાં લેવાનો નિર્ણય કર્યો છે. દરેક રેલવે સ્ટેશન પરનાં ચાર ટોઇલેટ બ્લોક્સ પૈકીના ત્રણના વપરાશ માટે ચાર્જ વસૂલ કરવાનો અને ચોથાનો ઉપયોગ લોકોને મફતમાં કરવા દેવાનો નિર્ણય પણ રેલવેઅે કર્યો છે.

વેસ્ટર્ન રેલવેઅે તેના સેક્શનમાંનાં ૩૭ સ્ટેશન પરના ટોઇલેટની સુવિધા માટે એક દરખાસ્ત તૈયાર કરી છે. અા ટોઇલેટની સારસંભાળ યોગ્ય રીતે લેવામાં અાવે અે સુનિશ્ચિત કરવા વર્તમાન ગાઈડ લાઇન્સમાં થોડા ફેરફાર કરવા પડશે.

વેસ્ટર્ન રેલવેના ડિવિઝન મેનેજર મુકુલ જૈને જણાવ્યું કે અમે હેડક્વાર્ટરને દરખાસ્ત મોકલી છે. સિનિયર અધિકારીઅો અા બાબતે નિર્ણય લેશે. રેલવે સ્ટેશન પરની યુરિનલના વપરાશ માટે લોકો પાસે એક રૂપિયો ચાર્જ લેવામાં અાવશે. અા ચાર્જ વડે એકઠા કરવામાં અાવેલાં નાણાંથી ટોઈલેટનાં મેન્ટેનન્સ અને સ્વચ્છતા જાળવવામાં અાવશે. ત્યારબાદ રેલવે સ્ટેશન પરના ચાર ટોઈલેટ બોક્સ પૈકીના ત્રણના વપરાશ માટે ચાર્જ વસૂલ કરાશે અને ચોથાનો ઉપયોગ લોકોને ફ્રીમાં કરવા દેવાશે.

ટોઈલેટ બ્લોક્સનું સારી રીતે મેન્ટેનન્સ કરવામાં અાવે અે માટે વહીવટીતંત્ર અહીં વાપરવામાં અાવતા ફિનાઇલની ક્વોલિટી, રૂમ રિફ્રેસરની બ્રાન્ડ, બારીઅોની સફાઈ, ગ્લાસ વોલ્સ, અરીસાઅો અને ભોંયતળિયે ભીનાં કપડાં વડે સફાઈ તેમજ કચરાના નિકાલ જેવી ઝીણી ઝીણી બાબતોને પણ ધ્યાન અાપશે.
http://sambhaavnews.com/

You might also like