૩૦૦ રેલવે સ્ટેશન પર હવે કોલ્ડ્ર ડ્રિંક્સ વેચવામાં નહીં અાવે

જબલપુર: ભોપાલ સહિત ૩૦૦ સ્ટેશન પર હવે કોલ્ડ્ર ડ્રિંક્સ વેચવામાં નહીં અાવે. રાજ્યસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય પ્રધાન દ્વારા કોલ્ડ્ર ડ્રિંક્સમાં ઝેરિલાં તત્ત્વ ભેળવ્યા હોવાની જાણકારી અાપ્યા બાદ પશ્ચિમ-મધ્ય રેલવે ઝોનના કોમર્શિયલ વિભાગે અા નિર્ણય લીધો છે. અા અાદેશ બાદ હવે સ્ટેશનો પર કોક અને પેપ્સી સહિત કોઈપણ કંપનીના કોલ્ડ્ર ડ્રિંક્સ વેચવામાં નહીં અાવે.

જાન્યુઅારીમાં પશ્ચિમ રેલવે મધ્યઅે રેલવે કેન્ટિન પર વેચાનારા ખાદ્ય પદાર્થોની એક યાદી તૈયાર કરી હતી જેમાં અા પ્રમુખ બહુરાષ્ટ્રીય કંપનીઅોના ઉત્પાદનોનું નામ નથી. રેલવે અધિકારીઅે ફેબ્રુઅારીમાં કોલ્ડ્ર ડ્રિંક્સના સ્ટ્રોકની જાણકારી લઈને તમામ સ્ટોલ હટાવવાનું કહ્યું હતું.

કોલ્ડ્ર ડ્રિંક્સ બંધ કરવાનો નિર્ણય લેનાર પશ્ચિમ રેલવે દેશનો પહેલો રેલવે ઝોન બની ગયો છે. અા અાદેશ જારી થયા બાદ પશ્ચિમ-મધ્ય રેલવેઅે ત્રણ રેલવે મંડળ જબલપુર, ભોપાલ અને કોટા અંતર્ગત અાવનારાં લગભગ ૩૦૦ સ્ટેશન પર કોલ્ડ્ર ડ્રિંક્સનાં વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જો કે હજુ સ્ટોલ પર કોલ્ડ્ર ડ્રિંક્સનો સ્ટોક છે પરંતુ તેનું ચેકિંગ કરીને બંધ કરવાની સૂચના અાપવામાં અાવી છે.

પશ્ચિમ-મધ્ય રેલવેઅે રેલવે બોર્ડને પણ પત્ર લખીને બીજા ૧૬ રેલવે ઝોનમાં કોલ્ડ્ર ડ્રિંક્સના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો અનુરોધ કર્યો છે. ટ્રેનમાં ચાલનારી પેન્ટ્રી કારની જવાબદારી અાઈઅારસીટીસી લેતું હોય છે.

કોક પેસીમાં ઘાતક તત્ત્વો
રાજ્યસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય પ્રધાન ફગ્ગનસિંહ ફુલસ્તેઅે ૨૨ નવેમ્બરના રોજ લેખિત જાણકારી અાપી હતી કે કોકા કોલા અને પેપ્સી જેવી બે મોટી કંપનીઅોનાં પાંચ કોલ્ડ્ર ડ્રિંક્સ બ્રાન્ડની તપાસ કરાઈ છે જેમાં લેડ ઉપરાંત કેડમિયમ અને ક્રોમિયમ જેવાં બે ઘાતક તત્ત્વો મળી અાવ્યાં છે. અા તત્ત્વો સ્પ્રાઈટ, માઉન્ટેન ડ્યુ, સેવન અપ, પેપ્સી અને કોકા કોલાનાં સેમ્પલ્સમાં મળ્યાં છે. અા સેમ્પલોને તપાસ માટે કોલકાતા સ્થિત નેશનલ સ્ટેટ હાઉસ મોકલવામાં અાવ્યા છે. રિપોર્ટ મુજબ સ્વાસ્થ્ય મંત્રાલયે ગયા વર્ષે અેપ્રિલ મહિનામાં બોટલોમાં વેચાતી દવાઅો, કોલ્ડ્ર ડ્રિંક્સ, દારૂ, જ્યૂસ અને અન્ય પીણાંની તપાસના અાદેશ અાપ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like