માત્ર 2 રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરીને જ ટ્રેનને રોકી દેતા હતા, જાણો આ ચોંકાવનારી ઘટના

 

સૂરજપુર અને રેલવે પોલીસની સંયુક્ત ટીમે ટ્રેનમાં લૂંટ કરનાર ટોળકીના બે બદમાશોની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં આ બદમાશોએ ટ્રેન રોકવાની એક નવી રીત શોધી કાઢી છે.

આ લૂંટારાઓ ટ્રેનના પાટાની વચ્ચે 2 રૂપિયાનો સિક્કો નાખી દેતા હતા અને અર્થિંગ દ્વારા લીલા સિગ્નલને લીલું કરી દેતા હતા અને ટ્રેનના ડ્રાઈવર લીલા રંગનું સિગ્નલ જોઈને ટ્રેનને રોકી દેતા હતા.

ટ્રેન રોકતાની સાથે જ આ લૂંટારાઓ ટ્રેનમાં દાખલ થઈ જતા હતા અને મુસાફરોને લૂંટતા હતા. આ ટોળકીમાં કુલ 8 સભ્યો હતા. જેમાંથી 3ને રામપુર પોલીસે ઝડપ્યા છે અને 2ને ગ્રેટર નોયડા ખાતે પકડવામાં આવ્યા છે.

આ લૂંટારાઓ સતત દિલ્હી- હાવડા રૂટ અને મુરાદાબાદ રૂટ પરની ટ્રેનોને લૂંટતા હતા, તેથી સતત ફરિયાદના પગલે રેલવે પોલીસે આ રૂટ પર સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. ફૂટેજના કારણે આ લૂંટારાઓ ઝડપાયા હતા. આ લૂંટારાઓ પાસેથી તમંચા અને 2 રૂપિયાના સિક્કા પોલીસે જપ્ત કર્યા હતા. આ તમામ લૂંટારાઓ એક જ ગામના રહેવાસી છે, તેવું પોલીસે જણાવ્યું હતું.

You might also like