ઓન લાઇન રેલ ટિકિટ પર મુસાફરોને મળશે 10 લાખનો વીમો

નવી દિલ્હીઃ  એક સપ્ટેમ્બર 2016થી વેબસાઇટ પર ટિકિટ બુક કરાવનાર મુસાફરોને એક રૂપિયાથી પણ ઓછા એટલે કે 92 પૈસા પર 10 લાખ રૂપિયાનો મુસાફરી વીમો આપવામાં આવશે. આઇઆરસીટીસીએ પોતાની વેબસાઇટ દ્વારા ઇ-ટિકિટ બુક કરનાર ભારતીય રેલવે ના તમામ મુસાફરો માટે નવી સુવિધા શરૂ કરી છે. આ સુવિધા ઉપનગરીએ ટ્રોને બાદ કરતી તમામ ટ્રેનોમાં તમામ વર્ગની ટિકિટો પર લાગુ પડશે. હાલ પ્રાયોગિક ધોરણે આ સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. રેલ મંત્રી સુરેશ પ્રભુ પ્રમાણે યાત્રી સુવિધાઓની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

મળતી માહિતી મુજબ 31 ઓગસ્ટે રેલવે ટિકિટ પર 10 લાખ રૂપિયાની વીમા યોજનાને વિધિવત રીતે લોન્ચ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના મૃત્યુ કે પછી સ્થાયી રીતે કે પૂર્ણ વિકલાંગતાની સ્થિતિમાં મુસાફરો અને તેમના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. જ્યારે આંશિક વિકલાંગતા પર 7.5 લાખ રૂપિયા વળતર આપવામાં આવશે. હોસ્પિટલમાં દાખલ થવા પર બે લાખ રૂપિયાનો ખર્ચ આપવામાં આવશે.

ટ્રેન દૂર્ઘટનમાં મૃત્યુ અથવા ઇજાગ્રસ્ત થવા પર પાર્થિવ શરીરને લઇ જવા માટે અથવા આતંકવાદી હુમલા, લૂંટ, હુલ્લડ, ગોળીબાર અથવા તો આગચંપીના બનાવો જેવી અપ્રિય ઘટનાઓ પર 10 હજાર રૂપિયા વળતર આપવામાં આવશે. ટ્રેન દૂર્ઘટના અને અપ્રિય ઘટના મામલે રેલવે અધિનિયમ, 1989ની ધારા 123 મુજબ પરિભાષિત કરવામાં આવી છે. વીમા કવચ દરેક વર્ગ માટે એક સમાન રહેશે. જેના વિકલ્પ ઇ-ટિકિટ બુકિંગ વખતે ચેકબોક્સના માધ્યમમાં જોવા મળશે. જો વ્યક્તિ વીમો પસંદ કરશે તો વીમાની રકમ ટિકિટની રકમ સાથે જોડી દેવામાં આવશે. ટિકિટ બુકિંગ અને પ્રીમીયમની ચૂકવણી બાદ નામ વિતરણ પૂરૂ થયા પછી એક સંદેશ આવે છે. જે ક્લેમ માટે ખૂબ જ જરૂરી રહેશે.

વીમાનો વિકલ્પ પસંદ કર્યા પછી ટિકિટ બુકિંગ કર્યા પછી તમામ મુસાફરોના પીએનઆર નંબર અને પ્રીમિયમની રકમના હિસાબે કરવરેજ નક્કી થાય છે. તેથી જો પાંચ વર્ષથી નાનુ બાળક હોય તો કવરેજ માટે ઇચ્છુક ઉમેદવારે ટિકિટ બુકિંગ વખતે બાળક અંગે માહિતી આપવાની રહેશે. જેથી વીમાના પ્રીમિયમની કુલ રકમમાં તેને જોડી શકાય.

 

 

You might also like