રેલયાત્રીઅોને હવે ૩૨ રૂપિયામાં પૌષ્ટિક જમવાનું મળી શકશે

અલ્હાબાદ: રેલવે યાત્રીઅો માટે એક સારા સમાચાર છે. હવે સ્ટેશનની સાથે યાત્રીઅોને ટ્રેનોમાં પણ સસ્તા દરે ખાવાનું મળી શકશે. અાઈઅારસીટીસીઅે રેડી ટુ ઇટના માધ્યમથી અાની તૈયારી કરી દીધી છે. અાઈઅારસીટીસીઅે રેડી ટુ ઇટ મેનુંના ભાવ પણ નક્કી કરી દીધા છે.

અોક્ટોબર મહિનાથી ઉત્તર-મધ્ય રેલવેમાં અા વ્યવસ્થા લાગુ થાય તેવી શક્યતાઅો છે. લાંબા સમયથી રેલવેની tતૈયારી ચાલી રહી હતી કે યાત્રીઅોને તેમની પસંદનું ખાવાનું ટ્રેનોમાં અાપવામાં અાવે. હવે અાઈઅારસીટીસીના માધ્યમથી યાત્રીઅોને સારું જમવાનું મળી શકશે. તેમાં દાલ-ચાવલના રેટ ૩૨ રૂપિયા પ્રતિ પ્લેટ નક્કી કરાયા છે. અા ઉપરાંત રાજમા-ચાવલ ૪૦ રૂપિયા, મટર પનીર ૪૫ રૂપિયા, ઉપમા ૪૦ રૂપિયા અને ચિકન બિરયાનીના ભાવ ૫૦ રૂપિયા નક્કી કરાયા છે.

અાઈઅારસીટીસીનો દાવો છે કે યાત્રીઅોને સસ્તું અને ગુણવત્તાસભર ખાવાનું અાપવામાં અાવશે.
અાઈઅારસીટીસીના અધિકારીઅોનું કહેવું છે કે અા સુવિધા અોક્ટોબર મહિનાથી અાપવામાં અાવે તેવી શક્યતા છે. યાત્રીઅો અાઈઅારસીટીસીની ટિકિટ બુકિંગ વેબસાઈટ પર પણ જમવાનો અોર્ડર અાપી શકશે.

રેલવેની પૂછપરછ સેવા ૧૩૯ પર રેડી ટુ ઇટ યોજના હેઠળ અોર્ડર અાપી શકાશે. અા માટે યાત્રીઅોઅે બુકિંગ સમયે પોતાનો પીએનઅાર નંબર અને બર્થની જાણકારી અાપવા પડશે. ટ્રેનના સંબંધિત સ્ટેશન પર પહોંચવાના લગભગ બે કલાક પહેલા સુધી જમવાનો અોર્ડર અાપી શકાશે.
રેડી ટુ ઇટ ફૂડ ટ્રાયલ બેઝ પર કેટલીક જગ્યાઅે શરૂ કરાયું છે. તેનો સારો રિસ્પોન્સ મળ્યો છે. હવે તેનો વિસ્તાર વધારવામાં અાવે તેવી શક્યતા છે.

મેનુમાં દાલ-ચાવલ, છોલે ચાવલ, રાજમા-ચાવલ, વેજ બિરયાની, ઉપમા, લેમન રાઈસ, મટર પનીર, વેજ પુલાવ, ચિકન બિરીયાની સામેલ હશે.

You might also like