રાણીપ રેલવે અોવરબ્રિજને અાખરે રેલવે તંત્રની મંજૂરી

અમદાવાદ: પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડના લોકોની જીએસટી ફાટક પરના રેલવે ઓવરબ્રિજના ઝડપી નિર્માણની લાગણી માગણી હવે સંતોષાશે. રાણીપનો આ નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ એકાદ વર્ષમાં ધમધમતો થઇ જવાનો છે.
કોર્પોરેશનના ‌બ્રિજ પ્રોજેકટ વિભાગ દ્વારા રાણીપથી નવા રાણીપને જોડતા એલસી નં.૪એ પાસેના રેલવે ઓવરબ્રિજના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. ગત તા.૩૧ માર્ચ,ર૦૧૪એ રેલવે ઓવરબ્રિજના બન્ને બાજુના એપ્રોચ ભાગને તૈયાર કરાવવા કોન્ટ્રાકટ રણજિત બિલ્ડકોન લિ.ને વર્કઓર્ડર અપાયો હતો.

રેલવેના સત્તાવાળાઓએ અગમ્ય કારણસર રેલવે હદમાં કામગીરી કરવા માટે કોર્પોરેશનને અત્યાર સુધી મંજૂરી આપી ન હતી. જોકે તાજેતરમાં જ રેલવે તંત્રે કામગીરી શરૂ કરવાની લીલી ઝંડી આપી છે. અમદાવાદમાં અત્યારે ૧૯ રેલવે ઓવરબ્રિજ છે રાણીપ રેલવે ઓવરબ્રિજ શહેરનો ર૦મો રેલવે ઓવરબ્રિજ બનશે. કોર્પોરેશન દ્વારા રૂ.૭૮ કરોડના ખર્ચે ચાર લેન, ૧૬.પ મીટર પહોળો અને ર૦૦ મીટર લાંબો આ રેલવે ઓવરબ્રિજ બનાવાઇ રહ્યો હોઇ આગામી ઓક્ટોબર ર૦૧૭ સુધીમાં લોકોને વાહન વ્યવહારની સરળતા માટે રાહતરૂપ બનશે

You might also like