નવરાત્રી પર યાત્રિઓ માટે IRCTCની સ્પેશિયલ ઓફર, હવે ટ્રેનમાં જ મળશે વ્રતનું ભોજન

ન્યૂ દિલ્હીઃ રેલ્વે નવરાત્રી દરમ્યાન યાત્રિઓ માટે વ્રતનું ખાવાનું આપવામાં આવશે. આઇઆરસીટીસીએ કહ્યું કે, તહેવારની સીઝનમાં મોટે ભાગે લોકો ઉપવાસ વધુ રાખતા હોય છે ત્યારે એટલાં માટે 10 ઓક્ટોમ્બરથી મેનુમાં વ્રતનું ખાવાનું પણ શામેલ કરવામાં આવેલ છે. ઇ-કેટરિંગ ઓપ્શનથી આનું બુકિંગ પણ કરી શકાશે.

આ સાત્વિક ભોજનમાં સાબુદાણા, સેંધા મીઠું, ફરાળી લોટ તેમજ કેટલીક શાકભાજી પણ શામેલ છે. હાલમાં આ ખાવાનું નાગપુર, અંબાલા, જયપુર, ઇટારસી, ઝાંસી, નાસિક, રતલામ, મથુરા, નિઝામુદ્દીન અને લખનઉ સ્ટેશનો પર ઉપલબ્ધ છે.

ડિલીવરી બાજ ચૂકવણીની સુવિધાઃ
ઇ-કેટરિંગ વેબસાઇટ www.ecatering.irctc.co.in અથવા ફૂડ ઓન ટ્રેક એપથી નવરાત્રી થાળી, સાબુદાણા ખિચડી, લસ્સી, ફ્રૂટ ચાટ ઓર્ડર કરી શકાશે. પરંતુ આને માટે યાત્રા શરૂ કરતા પહેલાં 2 કલાક પહેલાં જ ઓર્ડર આપવાનું રહેશે. યાત્રિઓને ઓન ડિલીવરી ચૂકવણીની પણ સુવિધા આપવામાં આવી છે.

You might also like