પટના એક્સપ્રેસ દુર્ઘટના અંગે મુરલી મનોહર જોશીએ કાવત્રાની આશંકા વ્યક્ત કરી

કાનપુર : કાનપુરમાં પુખરાયાં નજીક ઇન્દોર – પટના એક્સપ્રેસને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 103 લોકોનાં મોતના સમાચાર છે. સેંકડો લોકો ઘાયલ થયા છે. કાનપુરમાં ભાજપનાં સાંસદ મુરલી મનોહર જોશીએ આ દુર્ઘટનામાં કાવત્રુ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

એક સમાચાર એજન્સી સાથે ચર્ચા કરતા ભાજપનાં સાંસદ મુરલી મનોહર જોશીએ કહ્યું કે આ પ્રકારની મોટી દુર્ઘટનામાં 100 લોકોનાં મોત થાય તે કોઇ અશક્ય બાબત નથી. તેમણે કહ્યું કે, એક સાથે 14 બોગીઓ પાટા પરથી ઉતરવાનું કારણ શું છે ? શું પાટા તુટેલા હતા કે રેલ્વે મંત્રાલય અને કેન્દ્ર સરકારને બદનામ કરવા માટેનું કાવત્રુ રચવામાં આવ્યું.

ભાજપ સાંસદે રેલ્વે પાસે આ મુદ્દે તપાસની માંગ કરી છે. બીજી તરફ રવિવારે 3 વાગ્યે રાતની આસપાસ થયેલી દુર્ઘટના બાદ રેલ્વે રાજ્યમંત્રી મનોહ સિન્હા ઘટના સ્થળ પર પહોંચ્યા. મનોજ સિન્હાએ રાહત કાર્યોની પરિસ્થિતી માપી હતી. કાવત્રાની આશંકાના સવાલનો જવાબ આપતા રેલ્વે રાજ્યમંત્રીએ કહ્યું કે, હાલ આ અંગે કોઇ પણ ટીપ્પણી કરવી યોગ્ય નહી કહેવાય.

રેલ્વે મંત્રાલય પહેલાથી જ આ મુદ્દે તપાસાં આદેશો આપી ચુક્યું છે. રવિવારે થયેલ આ ભયંકર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 100થી વધારે લોકોનાં મોતની આશંકા છે. દુર્ઘટનામાં ઘાયલોની સંખ્યા પણ 100થી વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે .

You might also like