પ્રભુને કર્યું ટ્વિટ, ટ્રેનમાં બિમાર બાળક માટે પહોંચ્યું દૂધ અને ડોક્ટર

નવી દિલ્હી: સુરેશ પ્રભુનું રેલવે મંત્રલાય આજકાલ ટ્વિટરને ગંભીરતાપૂર્વક ફોલો કરી રહ્યું છે. તાજેતરમાં જ 18 મહિના બાળકને ટ્રેનમાં દૂધની વ્યવસ્થા કરાવ્યા બાદ ફરી એકવાર રેલવે મંત્રાલય ટ્વિટ દ્બારા 15 મહિનાના બાળકની મદદ કરતાં ચર્ચામાં આવ્યું છે.

મંગળવારે મરૂધર એક્સપ્રેસના B-1 કોચમાં બાળકની તબીયત ખરાબ થતાં 15 મહિનાના બાળકના પિતાએ રેલમંત્રીને ટ્વિટ કરીને મદદ માંગી. ત્યારબાદ ઇટાવા સ્ટેશન પર રેલમંત્રી ડોક્ટર મોકલી બાળકની સારવાર કરાવી.

વારાણસી-જોધપુર, મરૂધર એક્સપ્રેસના B-1 કોચમાં જ્ઞાનેશ્વર કુમાર પોતાના પરિવાર સાથે વારાણસીથી ગોટન જઇ રહ્યાં હતા. આ દરમિયાન તેમના 15 મહિનાના બાળકને જોરદાર તાવ આવવા લાગ્યો હતો. જેથી તેમણે ટ્વિટ કરીને રેલમંત્રી પાસે મદદ માંગી. ત્યારબાદ ઇટાવા સ્ટેશન પર ટ્રેનમાં ડોક્ટર મોકલી તેમના બાળકને સારવાર કરવામાં આવી. બાળકની માતા સત્યા મિશ્રાએ રેલ મંત્રાલય દ્વારા સુવિધા પુરી પાડવામાં આવતાં તે ખૂબ ખુશ છે.

You might also like