પ્રવાસીઓનુ ભાડુ વધાર્યા વગર રેલ્વે આવકમાં વધારો કરશે

નવી દિલ્હી : હવે તમે જ્યારે ટેનમાં સફર કરવા જાઓ તો પેપ્સી રાજધાની કે પછી કોક શતાબ્દીમાં સફર કરો તો નવાઇ પામવાની જરૂર નથી. પ્રવાસીઓની ટિકિટ કે માલ સામાનનું ભાડુ વધાર્યા વગર રેલવે રેવન્યૂ વધારવાની કોશિશમાં લાગ્યું કરવામાં લાગી ગયું છે. જેના માટે વિવિધ આયોજન અંગે વિચારણા ચાલી રહી છે.

રેલવેનો નવો પ્લાન ટ્રેન અને સ્ટેશનને કોઇ બ્રાન્ડનું નામ આપવાનો છે. જેના પછી ટ્રેનો અને સ્ટેશનની આગળ તે બ્રાન્ડનું નામ જોડાઇ જશે. જે બ્રાન્ડ તેના માટે રૂપિયા ચુકવશે. આ પ્રપોઝલ સંપૂર્ણ રીતે તૈયાર છે, અને આવનારા સમયમાં રેલવે બોર્ડની મીટિંગમાં તેને અપ્રૂવલ મળી શકે છે.

આ પ્રપોઝલ હેઠળ કોઇ પણ બ્રાન્ડ કે કંપની કોઇ પણ ટ્રેનના મીડિયા રાઇટ્સ ખરીદી શકે છે. તેના પછી તે ટ્રેનના ડબ્બાની અંદર અને બહાર પોતાની બ્રાન્ડનો પ્રચાર કરી શકશે. ઉપરાંત વિવિધ ટ્રેનને નામ આપવા માટે પણ પ્રપોઝલ આપી શકાય છે.

You might also like