રેલવે પર હવે ફેશનનો રંગઃ કર્મચારીઓ ડિઝાઇનર ડ્રેસમાં જોવા મળશે

નવી દિલ્હીઃ ભારતીય રેલવેના કર્મચારી હવે ડિઝાઇનર ડ્રેસ ધારણ કરશે. નવા બદલાવ માટે પહેલ કરતાં રેલવેએ ખ્યાતનામ ફેશન ડિઝાઇનર રીતુ બેરીને ભારતીય રેલવેના કર્મચારી માટે ડ્રેસ ડિઝાઇન કરવાની કામગીરી સોંપી છે. રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ આ માટે રીતુ બેરી સાથે આજે ફરી મુલાકાત કરી હતી. આ બેઠકમાં રીતુ બેરીએ પોતાનાં પ્રેઝન્ટેશનમાં દુનિયાના બીજા દેશમાં રેલવે કર્મચારી દ્વારા ધારણ કરવામાં આવતા ડ્રેસીઝનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે ભારતીય મોસમ તથા અહીંની સભ્યતાને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલયને પોતે તૈયાર કરેલ ચાર થીમનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

You might also like