રેલવે કર્મચારીઓની ૧૧ અેપ્રિલથી દેશભરમાં હડતાળની ચીમકી

નવી દિલ્હી: રેલવેના ઓલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશને દાવો કર્યો છે કે મોટા ભાગના રેલવે કર્મચારીઓ તેમની માગણી અંગે સરકાર પર દબાણ કરવા આગામી ૧૧મી અેપ્રિલથી તેમની અનિશ્વિત મુદ હડતાળ કરવાની દિશામાં આગળ વધવાના સમર્થનમાં છે.  આ અંગે ઓલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના મહાસચિવ અેસ. ગોપાલ મિશ્રાઅે જણાવ્યું કે જો સરકાર કર્મચારીઓની માગણી પૂરી નહિ કરે તો રેલવે કર્મચારીઓ તમામ ઝોન અને ઉત્પાદન અેકમોના વડાને ૧૧ અેપ્રિલના સવારના છ કલાકથી અ‌ચોક્કસ મુદતની હડતાળ માટે ૧૧ માર્ચે હડતાળની નોટિસ આપશે.

આ અંગે અેઆઈઆરઅેફ દ્વારા માગણી કરવામાં આવી છે કે નવી પેન્શન યોજના અને સાતમા પગારપંચની ભલામણની સમીક્ષા કરવામાં આવે તેમજ રેલવેમાં ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે. મિશ્રાઅે સાતમા પગારપંચના અહેવાલ અંગે જણાવ્યું કે કર્મચારીઓનો દર મહિને ઓછામાં ઓછો પગાર ૧૮ હજારના બદલે ૨૬ હજાર કરવો જોઈઅે.

You might also like