હવે કાળા કોટમાં જોવા નહીં મળે TTE

નવી દિલ્હી: ટીટીઈ અોક્ટોબર મહિનાથી તેમના જૂના યુનિફોર્મમાં જોવા નહીં મળે. રેલવે મંત્રાલયમાં સુધારણાના પ્રયાસરૂપે ટીટીઈના યુનિફોર્મ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેઅો શતાબ્દીના ટીટીઈની જેમ જોવા મળશે, જે નીલા રંગના શર્ટ પહેરવાની સાથે ખભા પર હૂકનો પ્રયોગ કરીને સ્ટાર પણ લગાવે છે.

રેલવે મંત્રાલયે અા માટે જાણીતી ફેશન ડિઝાઈનર રિતુ બેરી સાથે કરાર કર્યા છે. કુલીને પણ ડિઝાઈનર કુરતા અાપવાની તૈયારીઅો કરાઈ છે. હવે કુલી કાળા રંગના કુરતામાં જોવા મળશે. હાલમાં ટીટીઈ સફેદ શર્ટ, કાળા પેન્ટ, ટાઈ અને કોર્ટમાં જોવા મળે છે. અા યુનિફોર્મ અંગ્રેજોના જમાનાથી ચાલ્યો અાવે છે. પાઈલટના યુનિફોર્મ વચ્ચે વચ્ચે બદલાતા રહે છે, પરંતુ અાજથી ટીટીઈનો યુનિફોર્મ બદલાયો નથી.

રેલવે મેનેજર પ્રમોદકુમારે જણાવ્યું કે ટીટીઈનાં માપ ફેશન ડિઝાઈનર રિતુ બેરી દ્વારા માગવામાં અાવ્યાં છે. તમામ સ્ટેશનના અધિકારીઅોને તેની જાણકારી પણ અપાઈ છે. અોક્ટોબર મહિનામાં કર્મચારીઅો બદલાયેલા લુકમાં જોવા મળશે.
http://sambhaavnews.com/

You might also like