રેલવેતંત્રને દાયકા સુધી સેવા આપનાર સ્નિફર ડોગનો ખર્ચ હવે પોસાતો નથી!

અમદાવાદ: સામાન્ય રીતે કુટુંબમાં કોઇ વ્યકિત સ્વીકાર્ય ન હોય, નિરાધાર હોય કે વૃદ્ધ હોય ત્યારે તેને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે અથવા પરિવારજનો મોકલી આપે છે, અહીં વાત વ્યકિતની નથી, પરંતુ વફાદાર શ્વાનની છે જેની ઉંમર થઇ જતાં રેલવે તંત્રે તેને પ્રાણી કલ્યાણ સમિતિને સોંપવાનો નિર્ણય કર્યો છે.

રેલવે તંત્રનાં સુરક્ષા દળમાં ફરજ બજાવી રહેલો શ્વાન લાબ્રાડોર રિફિવ (ઉં.વ.૧૧) જે આરપીએફમાં કાર્યરત છે. હવે તેની ઉંમર થઇ ગઇ છે. સામાન્ય રીતે શ્વાનની ઉંમર ૧પ વર્ષ સુધીની હોય છે. લાબ્રાડોર રિટ્રીવની કિંમત એક વીકનું હોય ત્યારે ૧૦થી રપ હજાર સુધીની હોય છે. ત્યાર બાદ તેની ટ્રેનિંગ અને સાચવણી પણ એટલી જ ખર્ચાળ રહે છે.

આ શ્વાન સુરક્ષા વ્યવસ્થામાં બહુ મોટો ભાગ ભજવે છે. તેના જીવનકાળ દરમિયાન અનેક ગુના ઉકેલે છે. માત્ર તેની વૃદ્ધાવસ્થાના કારણે હવે તેને તંત્ર બહાર કરવા માગે છે. તેના માટે ૧૦ એપ્રિલ સુધીમાં પ્રાણી કલ્યાણ સંસ્થા પાસેથી અરજીઓ મગાવવામાં આવી છે.

આ અંગે સુરક્ષા સ્ટાફના અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે અમાનતની ઉંમર ૧૧ વર્ષ છે. તેનો ઉપયોગ બોમ્બ સ્કવોડમાં થઇ રહ્યો છે. તેનો રોજનો ખાવાનો ખર્ચ રૂ.૭૦૦ છે અને રેલવે તંત્ર દરમિિને તેની પાછળ રૂ.૧૦થી ૧ર હજારનો ખર્ચ કરે છે. હવે તેની ઉંમરના કારણે તેને ફરજિયાત આરામ આપવો પડે તેમ છે, પરંતુ તેના ખર્ચને પહોંચી વળવા માટે પ્રાણી કલ્યાણ સમિતિને સોંપવો પડે તેમ છે. હાલમાં અમાનત રાજકોટ ડિવિઝન રેલવે સુરક્ષા તંત્રમાં ફરજ બજાવી રહ્યો છે.

You might also like