ગાંધી જ્યંતીના દિવસે ટ્રેનમાં નૉનેવેજ ખાવાનું નહી મળે

728_90

રેલવે દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે રેલવે બોર્ડે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે જેમાં 2 ઓક્ટોબર 2018,2019 અને 2020ને રેલવે પરિસરોમાં યાત્રીઓને માંસાહારી ખાવાનું પીરસવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે 2020માં મહાત્મા ગાંધીની 150મી જયંતિ પર વિશેષ સમારોહ ઊજવવાની યોજના બનાવી છે.

રેલવેએ ‘શાકાહાર દિવસ’ મનાવવા ઉપરાંત સાબરમતીથી ગાંધીજીથી જોડાયેલા વિવિધ સ્ટેશનો માટે સ્વચ્છતા એક્સપ્રેસ, અને ડાંડી માર્ચના ઉપલક્ષ્યમાં 12 માર્ચે સાબરમતીથી એક વિશેષ નમક રેલ ચલાવવાની યોજના બનાવી છે.

રેલવેએ મહાત્મા ગાંધીની વોટરમાર્ક તસ્વીર સાથે ટિકીટો પણ જારી કરવાની યોજના બનાવી છે. રેલવે બોર્ડના પ્રમાણે એના માટે સંસ્કૃતિ મંત્રાલયથી મંજૂરીની જરૂર પડશે કારણ કે એ વિશેષ સ્મારક જારી કરનારી નોડલ મંત્રાલય છે.

આ મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ મહાત્મા ગાંધીની 150મી જયંતિ સમારોહની તૈયારીઓને લઇને ‘રાષ્ટ્રીય સમિતિ’ની પહેલી બેઠકની અધ્યક્ષતા કરી હતી.

You might also like
728_90