યુપીમાં વધુ એક રેલવે દુર્ઘટના, શક્તિપૂંજ એક્સપ્રેસના 7 ડબા ખડી પડયા

દેશમાં રેલવે દૂર્ઘટના રોકવાનું નામ જ લેતી નથી. ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં આજે સવારે એક વધુ રેલ દૂર્ઘટના થઇ છે. શક્તિપૂંજ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ટ્રેન હાવડાથી જબલપુર જઇ રહી હતી. આ દૂર્ઘટના ઓબારા થાના વિસ્તારના ફફરાકુંડ વિસ્તારમાં થઇ છે. હજી સુધી કોઇ જાનહાનિના અહેવાલપ્રાપ્ત થયા નથી. આ દૂર્ઘટના ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની સરહદ પર થયો છે. ઉલ્લેખનીય છે કે પિયૂષ ગોયલ રેલવે પ્રધાન બન્યા બાદ આ પહેલી રેલવે દૂર્ઘટના છે. છેલ્લા ઘણા સમયથી થઇ રહેલા ટ્રેન અકસ્માતની જવાબદારી સ્વીકારી સુરેશ પ્રભુએ રેલવે પ્રધાન પદ પરથી રાજીનામુ આપ્યું હતું.

You might also like