અહીં મળી આવ્યા રેલવે ટ્રેક પર પિલર, છેલ્લી ઘડીએ મોટી દુર્ઘટના ટળી

પટના: રેલવેએ હાલમાં જ થયેલી દુર્ઘટના પાછળ તોડફોડની આશંકા નકારી કાઢી છે. કેમ કે એવી કેટલીક ઘટનાઓ હાલમાં જ બની છે. એનાથી સ્પષ્ટ થાય છે કે કેટલાક તોફાની તત્ત્વોએ રેલવેની દુર્ઘટના માટે કાવતરું રચ્યું હતું.

રવિવાર રાત્રીના 12.20 કલાકે સમસ્તીપુર રેલવે સ્ટેશને સાઠાજગત અને દલસિંહ સરાય સ્ટેશન વચ્ચે રેલવે પુલ નંબર 20ની અપ લાઇન ટ્રેક પર એક મીટર લાંબા બે મોટા પથ્થર મળી આવ્યા હતા. એ તો સારું થયું કે પેટ્રોલિંગ પાર્ટીએ પાટા પર આ પથ્થરોને જોઈ લીધા અને તેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. પૂર્વ મધ્ય રેલવેના વડા ડીકે ગાયેને આ માહિતી આપી હતી.

ઓક્ટોબરમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. દરભંગા પાસે આવું કાવતરું રચવામાં આવ્યું હતું. ત્યાં જોકે બોમ્બ ડિટેક્ટ થયા હતા અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

You might also like