શનિવાર-રવિવાર રેલ ટિકીટ બક કરવા માંગો છો,જાણો ક્યા સમય પર બંધ રહેશે રિઝર્વેશન

ઉત્તર રેલવે, ઉત્તર મધ્ય રેલવે, ઉત્તર પશ્ચિમ રેલવે અને ઉત્તર પુર્વ રેલવે ના પેસેંજર રિઝર્વેશન સિસ્ટમ હવેથી શનિવાર અને રવિવારે આંશિક રીતે બંધ રહેશે. અધિકારીઓએ કહ્યુ છે કે બંને દિવસે લગભગ 3 કલાક આ સુવિધા બંધ રહેશે.

આરક્ષણ સેવા શનિવારે 5 મે રાત્રે 10.30 થી 12.15 વાગ્યા સુધી અને 6 મે ની સવારે 5.15 થી 6.25 વાગ્યા સુધી બંધ રહેશે. ઉત્તર રેલ્વેના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે નિયમિત ઈલેક્ટ્રિકલ જાળવણી ના કારણે યાત્રી આરક્ષણની સુવિધા પ્રભાવિત થાય છે.

રેલ્વે તરફથી આપવામા આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે નિયમિત ઈલેક્ટ્રિકલ જાળવણી ના કારણે યત્રીઓને થતી મુશ્કેલીને ધ્યાનમાં રાખતા, યાત્રી આરક્ષણ ની સુવિધા 139 સેવા હંમેશા હાજર અને ચાલુ રહેશે.

You might also like