ટ્રેનના મુસાફરો માટે નવો ‘સારથિ’ એક એપથી જ થશે તમામ કામ

નવી દિલ્હી: ભારતીય રેલવેએ દરેક પ્રકારના પેસેન્જર્સની જરૂરિયાતને જોતાં એક એપ લોન્ચ કરી છે, જેનાથી એક જ પ્લેટફોર્મ પર તમામ કામ થઇ શકશે. એક એપથી જ યાત્રી ટિકિટ બુકિંગ, ઇન્કવાયરી, ટ્રેનમાં સફાઇ અને ફૂડ ઓર્ડર કરી શકાશે. રેલ સારથિ એપને રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ લોન્ચ કરી. અત્યાર સુધી રેલવેની દરેક સર્વિસ માટે અલગ અેપ હતી, જેના કારણે પેસેન્જર્સને કોઇ સર્વિસને યુઝ કરવા માટે અલગ અલગ એપ ડાઉનલોડ કરવી પડતી હતી.

‘રેલ સારથિ’ને લોન્ચ કરતાં સુરેશ પ્રભુએ કહ્યું કે પેસેન્જર્સને બેસ્ટ અનુભવ આપવા માટે તમામ સર્વિસ એક જ એપમાં આવે તે જરૂરી છે. હવે પેસેન્જર એક જ વિન્ડોથી તમામ સર્વિસ યુઝ કરી શકશે. તેમણે કહ્યું કે રેલ સારથિમાં મહિલા સુરક્ષા, ફરિયાદ અને સૂચન આપવાની સુવિધા પણ હાજર છે. તેની સાથે આ એપ દ્વારા એર ટિકિટ પણ બુક કરી શકાય છે અને ફીડબેક પણ આપી શકાય છે.

રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ થર્ડ એસી કોચમાં દિવ્યાંગો માટે આરક્ષણની સુવિધા પણ શરૂ કરી છે. આ ઉપરાંત વિદેશીઓ માટે એડ્વાન્સ બુકિંગની સુવિધાને ૧૨૦ દિવસથી વધારીને ૩૬૫ દિવસ કરવામાં આવી છે. હવે થર્ડ એસી કોચમાં દિવ્યાંગો માટે લોએર બર્થ રિઝર્વ રહેશે. દિવ્યાંગોની સાથે સફર કરી રહેલા યાત્રી માટે મિડલ બર્થ રિઝર્વ રહેશે, જોકે એક થર્ડ એસી કોચમાં એક જ લોઅર બર્થ દિવ્યાંગો માટે રિઝર્વ રહેશે. હજુ સુધી માત્ર સ્લીપર ક્લાસમાં દિવ્યાંગો માટે બે બર્થ રિઝર્વ રહેતી હતી.
http://sambhaavnews.com/

You might also like