હવે રેલવે ડેવલોપમેન્ટ ઓથોરિટી નક્કી કરશે રેલવે ભાડુ

નવી દિલ્હીઃ આવનારા સમયમાં રેલવેનું ભાડુ વધારવા અને ઘટાવાનું કામ રેલવે મંત્રી નહીં પરંતુ રેલવે ડેવલોપમેન્ટ ઓથોરિટી નક્કી કરશે. મોદી કેબિનેટમાં રેલવે ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે આરડીએને આ મામલે મંજૂરી આપી દીધી છે. રેલવે ડેવલોપમેન્ટ ઓથોરિટીએ ભારતીય રેલવેમાં એક મોટો સુધારો માનવામાં આવે છે. એવી આશા છે કે આરડીઇ બનાવવા સાથે જ રેલવેમાં સેવાઓની સ્થિતિ વધારે સારી થશે. સાથે જ તેમાં પારદર્શકતા અને જવાબદારી બંને વધશે.

રેલવે વિભાગના રેલ ડેવલોપમેન્ટ ઓથોરિટી બનાવવાના પ્રસ્તાવને મોદી કેબિનેટની મંજૂરી મળી ગઇ હતી. આરડીએ હવે સ્વતંત્ર છે. જેનું કામ હવે રેલવેના ભાડા નક્કી કરવાનું છે. રેલવે ડેવલોપમેન્ટ ઓથોરિટી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રેલવેની સેવાઓની કિંમત નક્કી કરશે. આ સાથે જ મુસાફરોના હિતની રક્ષા કરવા સાથે જ નોન ફેયર રેવેન્યૂને કેવી રીતે વધારવો. તે બાબતે અભિપ્રાય આપવાનો રહેશે. આરડીએ તમામ પ્રકારના રેલવે સુધારાને લાગુ કરવાનો રસ્તો સાફ થઇ ગયો છે. રેલવેમાં માનવ સંસાધનને કેવી રીતે વિકસિત કરવામાં આવે તે બાબત આ ઓથોરિટીમાં સૌથી ઉપર રાખવામાં આવશે.

http://sambhaavnews.com/

You might also like