‘પ્રભુ’ રેલ્વે બજેટમાં ટ્રેનોનાં ભાડા વધારે તેવી શક્યતા

નવી દિલ્હી : રેલ્વે મંત્રાલય આ વખતે રેલ્વે બજેટમાં ટ્રેનોનું ભાડુ 5થી10 ટકા વધારે તેવી શક્યતાઓ છે. પ્રાપ્ત વિગતો અનુસાર રેવેન્યૂનું લક્ષ્ય પ્રાપ્ત નહી કરી શકવાનાં કારણે તથા કર્મચારીઓ દ્વારા 7માં પગાર પંચની માંગના કારણે આ પગલું ભરવું પડે તેમ છે. રેલ્વે દ્વારા યાત્રી ભાડાની સાથે સાથે માલ ગાડીનાં દરોમાં પણ વધારે કરવા અંગે વિચારણાઓ ચાલી રહી છે. રેલ્વે મંત્રાલયનાં સૂત્રોનાં અનુસાર રેલ્વે પોતાનાં કર્મચારીઓ માટે 7માં પગાર પંચની ભલામણોને લાગુ કરવા અંગે વિચારી રહ્યું છે. કર્મચારીઓની પણ લાંબા સમયથી માંગ છે. જો સાતમાં પગાર પંચને લાગુ કરવામાં આવે તો રેલ્વે તંત્ર પર વધારાનો 32 હજાર કરોડ રૂપિયાનો વાર્ષિક બોજો આવી પડે તેમ છે.
તે ઉપરાંત યાત્રી ભાડા અને માલભાડામાં પણ કમાણી ઓછી થતી હોવાનાં કારણે રેલ્વે દ્વારા વધારો કરવા માટેની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે રેલ્વેનો ખર્ચ ઘટાડવા માટે નાણા મંત્રાલય દ્વારા તેને નાણાકીય વર્ષ 2015-16નાં બજેટ માટે 8000 હજાર કરોડ રૂપિયા ઓછા આપ્યા છે. આગામી બજેટમાં પણ ખર્ચો મહત્તમ ઓછો કરવા માટે જણાવવામાં આવ્યું છે.
જો કે સૂત્રો દ્વારા તે અંગે માહિતી નથી આપવામાં આવ્યું કે માત્ર ભાડુ વધારવા અંગે જ વિચારવામાં આવી રહ્યું છે કે અન્ય માર્ગે ખર્ચ ઘટાડીને નાણા બચાવવા અંગે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. અથવા તો માત્ર માલવહનની ટ્રેનોનાં દરોમાં વધારો કરીને પડતી ખોટને રિકવર કરવા અંગે વિચારવામાં આવી રહ્યું છે.

You might also like