Categories: India

સુરેશ પ્રભુએ રજૂ કર્યું રેલ બજેટ, ભાડાંમાં કોઇ વધારો નહી, 4 નવી ટ્રેનોની જાહેરાત

નવી દિલ્હી: રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ગુરૂવારે સંસદમાં રેલ બજેટ રજૂ કર્યું. તેમણે બજેટ રજૂ કરતાં સંસદમાં પૂર્વ વડાપ્રધાનમંત્રી અટલ બિહાર વાજપાઇની પંક્તિઓનું પુનરાવર્તન કર્યું- હમ ન રૂકેગેં, હમ ન ઝુકેંગે, ચલો મિલકર કુછ નયા બનાયે. બજેટમાં મુસાફર ભાડાંમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. ચાર નવી ટ્રેનો- અંત્યોદય, તેજસ, હમસફર અને ઉદય દોડાવવામાં આવશે.

2020 સુધી દરેક મુસાફરને કન્ફોર્મ ટિકીટ
રેલવે મંત્રીએ જાહેરાત કરી હતી કે 2020 સુધી દરેક મુસાફરને કન્ફોર્મ ટિકીટ મળશે. તેમણે કહ્યું કે ‘અમારે પીએમ મોદીના વિઝનને સાકાર કરવાનું છે. રેલવે મંત્રીએ સંસદમાં કહ્યું હતું કે ‘અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા માંગીએ છીએ. વડાપ્રધાન ઇચ્છે છે કે ઝડપથી અને કુશળતા પૂર્વક કામ થાય. અમે 2020 સુધી મોટી લાઇનોનું કામ પુરૂ કરવાનું લક્ષ્ય રાખીએ છે.’

પેસેન્જર ટ્રેનોની ઝડપ 80 કિમી પ્રતિ કલાક હશે
રેલવે મંત્રીએ કહ્યું હતું કે પેસેન્જર ટ્રેનોની ગતિ વધારીને સરેરાશ 80 કિમી પ્રતિ કલાક રાખવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે સ્થાનિક સ્તરે રેલવે સુવિધાઓ વધારવામાં આવશે. પછાત થયેલા વિસ્તારોમાં પણ રેલવે રૂટ બનાવવાની યોજના પર કામ થઇ રહ્યું છે.

મોટા સ્ટેશન પર સીસીટીવી સર્વિલન્સ
સુરેશ પ્રભુએ કહ્યું હતું કે મુસાફરોની સુરક્ષા રેલવેની પ્રાથમિકતા છે અને તેને જોતાં બધા મોટા સ્ટેશનોને તબક્કાવાર સીસીટીવી સર્વિંલન્સમાં લાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે 311 સ્ટેશનો પર સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે.

અંત્યોદય અને હમસફર ટ્રેન દોડશે
સુરેશ પ્રભુએ જાહેરાત કરી હતી કે સામાન્ય લોકો માટે અંત્યોદય ટ્રેનો દોડશે, જેમાં બધા કોચ અનારક્ષિત હશે. તેમણે હમસફર ટ્રેન દોડાવવાની પણ જાહેરાત કરી, જે 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ ટ્રેનમાં ફક્ત 3 એસી કોચ હશે.

સુરેશ પ્રભુએ બજેટ રજૂ કરતાં પહેલાં કહ્યું હતું કે ‘મુસાફરો રેલવેની આત્મા છે, અમારી પ્રાથમિકતામાં મુસાફરોની સુરક્ષા અને સેફ્ટી સૌથી ઉપર છે. અમે બધા સ્ટેશનો પર વાઇ-ફાઇ ઉપલબ્ધ કરાવીશું.’ રેલવે મંત્રીના અનુસાર મેક ઇન ઇન્ડીયા અને સ્કિલ ઇન્ડીયા રેલવે માટે પ્રાથમિકતા રહેશે. રેલવે રાજ્ય મંત્રી મનોજ સિંહાએ કહ્યું હતું કે ‘અમે સામાન્ય માણસોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રેલવે બજેટ બનાવ્યું છે.’

રેલવે મંત્રીએ આ વખતે બધાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં બજેટને અંતિમ રૂપ આપ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ વખતે સૌથી વધુ ધ્યાન કસ્ટમર સર્વિસ અને રેલવે યાત્રાને હાઇટેક બનાવવા પર હશે.

ટ્વિટર ટ્રેંડ કરી રહ્યું છે રેલવે બજેટ
સોશિયલ મીડિયા પર પણ રેલવે બજેટની સવારથી ચર્ચા ચાલી રહી છે. #RailBudget2016 હૈશટૈગ ટ્વિટર પર સતત ટ્રેંડ કરી રહ્યું છે.

admin

Recent Posts

અપાર સિદ્ધિ આપનારા ભગવાન વિનાયક

શુભ પ્રસંગોનો શુભારંભ જેમની સ્તુતિ સાથે થાય છે તેવા વિઘ્નહર્તા મંગલમૂર્તિના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી. ભાદરવા માસની ચતુર્થીના દિવસથી…

3 hours ago

CBSEમાં નવા સત્રની શરૂઆત છતાં RTE હેઠળ પ્રવેશ નહીં

રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્યભરમાં ખાનગી શાળાઓમાં કુલ બેઠક ક્ષમતાના ૨૫ ટકા બેઠક પર ધો.૧માં ગરીબ અને તક વંચિત બાળકોને…

5 hours ago

કેરીનો રસ, આઇસક્રીમ, શરબતની ગુણવત્તા માટે આરોગ્યતંત્રના ભરોસે રહેશો નહીં

શહેરમાં ધોમધોખતા તાપના કારણે અમદાવાદીઓ લૂથી બચવા ઠંડાં પાણી, આઇસક્રીમ, મેંગો મિલ્ક શેક વગેરેનો છૂટથી ઉપયોગ કરી રહ્યા છે. ઠેર…

5 hours ago

ગ્રીન અમદાવાદઃ કોર્પોરેટ કંપનીઓએ હવે ફરજિયાત વૃક્ષારોપણ કરવું પડશે

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અગાઉ પણ 'ગ્રીન અમદાવાદ'નો સંકલ્પ કરાયો હતો. શહેરમાં ગરમીની તીવ્રતામાં સતત થઇ રહેલી વૃદ્ધિ પાછળનું એક…

5 hours ago

WHOનો પ્રતિબંધ છતાં મ્યુનિ. ધુમાડો ઓકતાં વધુ 100 મશીન ખરીદશે

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગઇ કાલથી શહેરભરમાં વિશ્વ મેલેરિયા દિવસના સંદર્ભમાં જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. ખમાસા-દાણાપીઠ ખાતેના મુખ્યાલયમાં પ્રવેશનારા…

5 hours ago

લીલાં શાકભાજીના લાલચોળ ભાવ: વેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ

શહેરનાં શાકમાર્કેટમાં શાકભાજીના ભાવમાં ૪૦ ટકાથી વધુનો ભાવ વધારો મોંઘવારીમાં પીસાતી પ્રજાને શાકભાજીનો ભાવ વધારો પડતા પર પાટું સમાન બન્યો…

5 hours ago