નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડોઃ ઘીના જથ્થા સાથે રૂ. પોણા કરોડનો મુદ્દામાલ કબજે

અમદાવાદ: થાન નજીક ગુગરિયાળા ગામની સીમમાં ચાલતી નકલી ઘી બનાવતી ફેક્ટરી પર પોલીસે દરોડા પાડી આશરે રૂ. પોણા કરોડની કિંમતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ આ અંગેની વિગત એવી છે કે થાન નજીક ગુગરિયાળા ગામની સીમમાં આવેલી શિવ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા કેટલાક વખતથી નકલી ઘી બનાવી તેનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતા હોવાની ફરિયાદ પોલીસને મળતાં પોલીસે ઉપરોક્ત ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડતા ભારે દોડધામ મચી ગઇ હતી.

પોલીસે ફેક્ટરીના માલિક રાજેશભાઇ ચાવડા વિરુદ્ધ ગુનો દાખલ કરી ઘી બનાવવા માટે વપરાતી મશીનરી અને નકલી ઘીનો જથ્થો, માખણ, પામોલિન તેલ તેમજ મોર્ગન ભરેલા ડબા, બેરલો અને બોક્સ મળી આશરે રૂ. ૭૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગોરખધંધો છેલ્લા કેટલાક વખતથી ચાલતો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.

You might also like