અજયની ‘રેડ’ બૉક્સ ઑફિસ પર સફળ, ‘પેડમેન’-‘પદ્માવત’ને આપી ટક્કર

અજય દેવગણ અને ઇલીયાના ડિક્રુઝની પીરિયડ ક્રાઇમ થ્રિલર ફિલ્મ ‘રેડ’ 16 મી માર્ચના રોજ રિલીઝ થઈ છે. સમગ્ર દેશમાં ક્રિટીક્સે ફિલ્મને વખાણી છે. ઉપરાંત દર્શકોને પણ અજયનો પોલીસ અધિકારીનો અંદાજ ગમ્યો છે.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતે’ 24 કરોડની કમાણી કરી હતી. આ 2018ની સૌથી મોટી ઓપનર હતી, ત્યારે અક્ષય કુમારની ફિલ્મ ‘પેડમેને’ પ્રથમ દિવસે 10.26 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે અત્યાર સુધીમાં 80 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ફિલ્મ ક્રિટિક્સના જણાવ્યા પ્રમાણે, અજયની ફિલ્મ ‘રેડ’  ફિલ્મ અઠવાડિયાના અંત સુધીમાં 30 કરોડ સુધી પહોંચી જશે. એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે, આ ફિલ્મની કુલ આવક 75 કરોડ સુધી પહોંચી જશે. આ ફિલ્મનું કુલ બજેટ રૂપિયા 70 કરોડ છે.  ભારતમાં આ ફિલ્મ 3400 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે.

You might also like