પ્રત્યૂષાની મોત પર રાહુલનો ‘રાઝ’, સ્યુસાઇટનું ‘કેશ’ એન્ડ કુંડલી કનેક્શન

મુંબઇઃ ટીવી એક્ટ્રેસ પ્રત્યૂષા બેનર્જીની આત્મહત્યાને ચાર દિવસો થઇ ગયા હોવા છતાં હજી તેની આત્મહત્યાનું સત્ય સામે આવ્યું નથી. બોયફ્રેન્ડ રાહુલ રાજ પર આરોપો લાગ્યા છે તેની શું વાસ્તવિકતા છે તે હજી સુધી સ્પષ્ટ થઇ શકી નથી. તે પોતાના અને પ્રત્યુષાના સંબંધો અંગે મીડિયા સામે કાંઇજ કહી રહ્યો નથી. સાથે જ તે કહી રહ્યો છે કે તે યોગ્ય સમયની રાહ જોઇ રહ્યો છે. મુંબઇ પોલીસ પણ રાહુલ સાથે પૂછપરછ કરવા માંગી રહી છે. પરંતુ હાલ રાહુલ પ્રત્યૂષાની આત્મહત્યાના આઘાત હેઠળ હોસ્પિટલના બિછાને છે.

શું છે પ્રત્યૂષા અને રાહુલનો “રાઝ”?

પ્રત્યૂષા તો આ દુનિયામાંથી ચાલી ગઇ પરંતુ અનેક સવાલો મોત પાછળ મૂકતી ગઇ છે. જે અંગે કોઇને કાંઇ ખબર હોય તો તે એક માત્ર શખ્સ છે રાહુલ રાજ. પ્રત્યૂષાનો લિવ ઇન પાર્ટનર રાહુલ રાજ સિંહ તેના વિશે બધુ જ જાણે છે. પરંતુ તે હાલ કશુ જ બોલવા માંગતો નથી. આખરે એવું તે શું બન્યું કે લગ્ન કરી જીવનની નવી સફર શરૂ કરવાની જગ્યાએ પ્રત્યૂષાએ આત્મહત્યા કરી જીવનનો અંત લાવી દીધો. પ્રત્યુષાના આ પગલાંને કારણે રાહુલની માનસિક પરિસ્થિતિ ખરાબ થઇ ગઇ છે અને તે આ સંબંધી કાંઇ પણ બાબત કહેવા માંગતો નથી.

શનીવારે પોલીસે કરી હતી રાહુલની પૂછપરછ

રાહુલના પિતાએ જણાવ્યું હતું કે પ્રત્યૂષાના આ રીતના પગલાંને કારણે તેના પુત્રને ખૂબ જ આઘાત લાગ્યો છે અને તે કાંઇક પણ કહેવાની સ્થિતિમાં નથી. જો કે તબિયત પાંચ કલાક સુધી રાહુલની પૂછપરછ કરી હતી.

પોલીસના રાહુલને સવાલ!  

 • તમારી અને પ્રત્યૂષા વચ્ચે ઝગડો કેમ અને ક્યારે થયો હતો?
 • પ્રત્યૂષાએ જ્યારે આત્મહત્યા કરી ત્યારે તમે ક્યાં હતાં?
 • હાલ તમારા અને પ્રત્યૂષાના સંબંધો કેવા હતા?
 • શું તમે અને પ્રત્યૂષા લગ્નની તૈયારીઓમાં લાગેલા હતા?
 • પ્રત્યૂષાના ખાતામાં કરોડો રૂપિયાની લેવડ દેવડની શું વાર્તા છે?
 • શું પ્રત્યૂષા અને તમારી વચ્ચે ઝગડાનું કારણ પૈસા હતા?
 • શું તમારી એક્સ ગર્લફ્રેન્ડ સાથે હજી પણ તમારા સંબંધો છે?
 • શું તમારી આ ગર્લફ્રેન્ડે પ્રત્યૂષા સાથે મારામારી કરી હતી?
 • પ્રત્યૂષા લગ્નના કપડાં ખરીદી રહી હતી પરંતુ તમે કેમ નહીં?
 • એકાઉન્ટ અને કુંડળીની થિયરી શું છે?
 • પ્રત્યૂષાની સેથીમાં લાલ સિંદૂર ક્યાંથી આવ્યું?

આવા જ કેટલાક સવાલ મુંબઇ પોલીસે રાહુલને પૂછ્યા હતા. આ સિવાય પણ અનેક સવાલો પોલીસે રાહુલ રાજ સામે રાખ્યા હતા. હજી તેના કોઇ જવાબ મળ્યા નથી. ત્યારે પ્રત્યૂષાનું સિંદૂર, સ્યુસાઇટ અને સસ્પેન્સનું રહસ્ય હજુ પણ ઘૂંટાયેલું છે.

 

You might also like