રાહુલ ગાંધીને મગજની સારવારની જરૂર છે : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ

નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેતા રાકેશ સિન્હાએ કહ્યું કે નેહરૂ ગાંધી પરિવારમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આઇક્યૂ સૌથી ઓછો છે. સિન્હાએ કહ્યું કે રાહુલને આરએસએશની વિચારધારા સમજવા માટે શરૂઆતથી રાજનીતિ સમજવી પડશે. સિન્હાએ કહ્યું કે દેશના પહેલા વડાપ્રધાન પં.જવાહરલાલ નેહરૂ અને તેમની પુત્રી ઇન્દિરા ગાંધીએ પણ ક્યારે આરએસએસના માટે આ પ્રકારની ભાષાનો પ્રયોગ નથી કર્યો. સિન્હાએ કહ્યું કે રાહુલ ગાંધી માનસિક રીતે સ્વસ્થ નથી.

રાહુલે બુધવારે કોંગ્રેસના જન વેદના સંમેલનમાં કહ્યું હતું કે કોંગ્રેસે ગત્ત 70 વર્ષોમાં સંસ્થાઓ, ન્યાયપાલિકા, આરબીઆઇ અને પ્રેસ તમામનું સન્માન કર્યું છે. જો કે નરેન્દ્ર મોદી સરકાર અને આરએસએસના હેઠળ ભાજપે ગત્ત અઢી વર્ષોમાં આરબીઆઇ, કોર્ટ, ચૂંટણી પંચ સહિત દરેક સંસ્થાને નબળી પાડી છે, જેને અમે બેઠી કરી અને સ્વાયત બનાવી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હવે દેશનું સંચાલન માત્ર 2 લોકો, નરેન્દ્ર મોદી અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત જ કરે છે. રાહુલે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે અને જ્યારે લોકો તેમને સવાલ કરે છે, તો તેઓ કહે છે તમે કોણ છો. અમે દેશને જણાવવા માંગીએ છીએ કે અમે દેશની સંસ્થાઓને બચાવીશું. રાહુલે કહ્યું હતું કે વડાપ્રધાને દેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ જ નષ્ટ કરી દીધી છે.

You might also like