બેંગલુરમાં ખૂલશે ૧૦૧ કેન્ટીન, પાંચ રૂપિયામાં મળશે જમવાનું

નવી દિલ્હી: કર્ણાટકને ભૂખ મુક્ત બનાવવા અને શ્રમિક વર્ગ તેમજ ગરીબ પ્રવાસીઅોને સસ્તા દરે ભોજન અાપવા માટે મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાઅે ગઈ કાલે જાહેરાત કરી કે રાજ્ય સરકાર અાજથી જ સમગ્ર બેંગલુરુમાં ઇન્દિરા કેન્ટીન શરૂ કરશે. તેમણે સ્વતંત્રતા દિવસ પર પોતાના સંબોધનમાં કહ્યું કે મને અા જાહેરાત કરવામાં ખુશી થઈ રહી છે કે બુધવાથી બેંગલુરુમાં ઇન્દિરા કેન્ટીન ખૂલી જશે. ત્યાં રોજ શહેરના શ્રમિક વર્ગ અને ગરીબ પ્રવાસી સસ્તામાં ભોજન કરી શકશે.

પ્રાથમિક તબક્કામાં ૧૦૧ કેન્ટીન પાંચ રૂપિયામાં શાકાહારી ટિફિન (નાસ્તો) અને ૧૦ રૂપિયામાં બપોરનું ભોજન તેમજ ૧૦ રૂપિયામાં રાત્રીનું ભોજન ઉપલબ્ધ કરાવશે. અોક્ટોબર મહિનામાં મહાત્મા ગાંધીના ૧૪૮મા જન્મ દિવસના અવસર પર બાકી બચેલા ૯૭ વોર્ડમાં પણ અાવી કેન્ટીન ખોલાશે. તેને એમ પણ કહ્યું કે અમે અા કેન્ટીનની શહેરના ગરીબો પર પડેલી સારી અને ખરાબ અસરોનો અભ્યાસ કરીને રાજ્યના અન્ય શહેરો અને જિલ્લાઅોમાં અા જ પ્રકારની કેન્ટીન ખોલીશું.

મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા પાસે નાણાકીય મંત્રાલય છે. તેમણે ચાલુ વર્ષે તમામ ૧૯૮ વોર્ડમાં પડોશી રાજ્ય તામિલનાડુની પ્રસિદ્ધ અમ્મા કેન્ટીનની જેમ જ કેન્ટીન ચલાવવા માટે બજેટમાં ૧૦૦ કરોડની જોગવાઈ કરી છે. તેમણે કહ્યું કે અમારું લક્ષ્ય સમગ્ર કર્ણાટકને ભૂખ મુક્ત બનાવવાનું છે.

રાજ્યમાં દર મહિને ગરીબી રેખાથી નીચે અન્ન ભાગ્ય યોજના હેઠળ સાત કિલો ચોખા મફત અાપવામાં અાવશે. જેથી તેઅો બે સમયનું ભોજન મેળવી શકે. સિદ્ધારમૈયાઅે વધુમાં જણાવ્યું કે તુવેર દાળ પણ સબસિડી પર અાપવામાં અાવશે. ગર્ભવતી મહિલાઅો માટે માતૃપૂર્ણ યોજના હેઠળ રોજ મિડ ડે મિલ અાપવામાં અાવશે. ૨ અોક્ટોબરથી તેનો વિસ્તાર રાજ્યના તમામ અાંગણવાડી કેન્દ્રો સુધી કરાશે. જેની સંધ્યા ૧૨ લાખ છે.

અા રીતે રોજ ૧.૮ કરોડ સ્કૂલના વિદ્યાર્થીઅોને મફતમાં મધ્યાહન ભોજન કરાવાશે જેમાં અઠવાડિયાના પાંચ દિવસ દૂધ અને બે દિવસ ઇંડાં અપાશે જેથી તેમને પોષણ મળી શકે.

You might also like