રાહુલે કહ્યું, હું બોલીશ તો સંસદમાં બેસી નહીં શકે મોદી

નવી દિલ્હીઃ સંસદમાં શિયાળુ સત્રમાં હોબાળો ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે નોટબંદીના મુદ્દે હું જો સંસદમાં બોલીશ તો મોદી બેસી નહીં શકે. મને છેલ્લાં એક મહિનાથી બોલતો રોકવામાં આવી રહ્યો છે. આ સરકાર સંસદમાં નોટબંદી પર ચર્ચા કરવા માટે  ગભરાઇ રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ‘નોટબંદી ભારતના ઇતિહાસનો સોથી મોટો ગોટાળો છે. હું એવી રીતે વાત રજૂ કરીશ કે પ્રધાનમંત્રી ત્યાં બેસી પણ નહીં શકે. અમે ઇચ્છીએ છીએ કે સરકાર સંસદની અંદર આ અંગે ચર્ચા કરે. હું ગરીબોની વાત રજૂ કરવાનો છું. તેમના દિલની વાત કહેવાનો છું. હું એક મહિનાથી બોલવા માટે તૈયાર છું. પરંતુ મને બોલવા દેવામાં નથી આવી રહ્યો. સરકારે અમને કહ્યું કે ભાષણ થવું જોઇએ, પછી સરકાર ફરી ગઇ. હું સંસદમાં નોટબંદીના મુદ્દે બોલવા માંગુ છું. જનતાના દિલ અને ગરીબોના દિલની વાત બોલવા માંગુ છું.’

You might also like