NRIના કાર્યક્રમમાં ભાગ લેવા રાહુલ ગાંધી બહેરિન પહોંચ્યા,અધ્યક્ષ બન્યા પછી પહેલી વિદેશયાત્રા

મનામા, સોમવાર
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આજે સવારે બહેરિન પહોંચી ગયા હતા. પાર્ટીના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીની આ પ્રથમ વિદેશ યાત્રા છે. દરમિયાન રાહુલ ગાંધીને મળવા એરપોર્ટ પર ભારે ભીડ જમા થઈ ગઈ હતી. કોંગ્રેસ તરફથી કરવામાં આવેલી ટિ્વટમાં જણાવવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધીનું બહેરિનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંંધી બહેરિનમાં એનઆરઆઈ લોકોના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા છે.

સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી જેવા કિંગડમ ઓફ બહેરિન પહોંચ્યા હતા ત્યારે ત્યાં પહેલાથી જ અનેક લોકો તેમના સ્વાગત માટે હાજર હતા. અને તેમની સાથે સેલ્ફી લેવામાં પડાપડી કરતા હતા. તેથી અેરપોર્ટ પર રહેલા સિક્યોિરટીના જવાનોએ ભીડને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. રાહુલ ગાંધી આવતી કાલે રાત સુધીમાં દિલ્હી પરત ફરે તેવી શક્યતા છે.

જોકે આ અંગે પક્ષ તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. એરપોર્ટ પર ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પિપલ્સ ઓફ ઈન્ડિયન ઓરિજનના સભ્ય પણ હાજર હતા. જેમાં રાહુલ ગાંધીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

You might also like