રાહુલ મહાજને મોદીની તરફેણમાં ટ્વિટ કર્યું

મુંબઈ: ભાજપના સિનિયર નેતા રહી ચૂકેલા પ્રમોદ મહાજનના પુત્ર રાહુલ મહાજનને કરેલું એક ટ્વિટ વાઈરલ થયું છે. અા ટ્વિટમાં તેણે મોદીનાં વખાણ કર્યાં છે. નકલી ડિગ્રીના િવવાદને લઈને તેમનો બચાવ કર્યો છે. રાહુલે લખ્યું છે કે એક નેતા જે ૧૩ વર્ષથી સીએમ છે અને બે વર્ષથી પીએમ છે તેમની સામે ન તો અઢળક સંપત્તિ બનાવવાનો અાક્ષેપ છે ન તો કોઈ કૌભાંડનો. અાક્ષેપ છે તો ડિગ્રી અને શૂટનો.

પીએમને લઈને કરાયેલા અા ટ્વિટને અે રીતે જોવાઈ રહ્યું છે કે શું િવવાદોમાં રહેનાર ટીવી સેલિબ્રિટી પિતાનો રાજકીય વારસો સંભાળવા અાગળ અાવી રહ્યો છે. રાહુલ અત્યાર સુધી રાજનીતિથી દૂર રહ્યો હતો. જ્યારે બહેન પૂનમ મહાજન સાંસદ છે.

અેટલું જ નહીં રાહુલની કઝિન પંકજા મુંડે મહારાષ્ટ્ર સરકારમાં બાળકલ્યાણ પ્રધાન છે. વાઈરલ થઈ રહેલ ટ્વિટ પર રાહુલના અા સ્ટેટસને ભાજપ સરકારમાં પ્રધાન ગિરિરાજસિંહ સહિત ઘણા ભાજપના નેતાઅે રિટ્વિટ કર્યું છે.
ટ્વિટના જવાબમાં એક વ્યક્તિઅે એમ પણ કહ્યું છે કે અા સંસ્થાન છે. સંઘ પ્રચારકના અને વિરોધીઅો સંઘ મુક્ત ભારતની કલ્પના કરી રહ્યા છે. શું ઇટાલીના હાથે ભારતને વેચવાનું છે. અન્ય એક ટ્વિટમાં એમ પણ કહેવાયું છે કે અમે પ્રમોદ મહાજનને મિસ કરી રહ્યા છીઅે. રાહુલ યોગ્ય છે.

You might also like