જ્વેલર્સને રાહુલ ગાંધીએ કહ્યું, આ એક્સાઇઝ ડ્યૂટી તમારી હત્યાનો પ્રયાસ છે

નવી દિલ્હી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારે જંતર-મંતર પહોંચ્યા અને એક્સાઇઝ ડ્યૂટી વધારવાના સરકારના ફેંસલા વિરૂદ્ધ જ્વેલર્સના પ્રદર્શનમાં જોડાયા. રાહુલ ગાંધીએ જ્વેલર્સને કહ્યું કે તે અહીં ફક્ત ભાષણ આપવા માટે નહી પરંતુ પ્રદર્શનમાં તેમની સાથે જોડાવવા માટે આવ્યા છે.

રાહુલે કહ્યું કે એક્સાઇઝ ડ્યૂટી લગાવવી જ્વેલર્સની હત્યાનો પ્રયત્ન છે. તેમણે કહ્યું કે ‘લોકો કહે છે કોંગ્રેસ ગરીબો, ખેડૂતો, મજૂરોની પાર્ટી છે. પરંતુ કોંગ્રેસ હકિકતમાં કોની પાર્ટી છે, તે ગાંધીએ કહ્યું હતું. ગાંધીજીએ કહ્યું હતું કે દેશમાં જે સૌથી વધુ નબળા છે, તેમના ફાયદા માટે કામ કરો. આ છે કોંગ્રેસ.’

રાહુલને તકનો ફાયદો ઉઠાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની મેક ઇન ઇન્ડીયા યોજના પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ‘જ્યારે મોદીજીએ મેક ઇન ઇન્ડીયા લોકો રિલિજ કર્યો, તો મેં વિચાર્યું કે તેમાં બબ્બર શેર કેમ છે, ચરખો કેમ નથી, જે મેક ઇન ઇન્ડીયન માટે ગાંધીજીનો આઇડિય હતો. હું તમને પૂછી રહ્યો છું કે બબ્બર શેરના સિમ્બોલ પાછળ કોની શક્તિ છે. પછી મને અહેસાર થયો કે મેક ઇન ઇન્ડીયા ઉદ્યોગપતિઓની મદદ મટે શરૂ કરવામાં આવ્યું છે, ના કે ગરીબોની મદદ માટે. બબ્બર શેર પાછળ 5-10 ઉદ્યોગપતિઓની શક્તિ છે. એક્સાઇઝના માધ્યથી નાના બિઝનેસ મેનનું ગળું પકડવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.

સામાન્ય બજેટમાં સોનું, હીરા અને અન્ય કિંમતી રત્ન જડીત ચાંદીના આભૂષણો પર એક ટકા એક્સાઇઝ ડ્યૂટી લગાવવાની સરકારની જાહેરાત બાદ જ્વેલર્સ હડતાલ પર છે.

You might also like