રાહુલ ગાંધીએ કર્યા પ્રહાર- ‘મોદીના અંગત ફાયદા માટે વહી રહ્યું છે નિર્દોષોનું લોહી’

નવી દિલ્હી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ અમરનાથ યાત્રા દરમિયાન થયેલા આતંકવાદી હુમલાને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. બુધવારે રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું કે પીએમ મોદીની નીતિઓએ કાશ્મીરમાં આતંકવાદીઓ માટે જગ્યા બનાવી છે, જેનાથી દેશનું ઘણું નુકસાન થયું છે.

રાહુલે લખ્યું કે, થોડા સમયના રાજનીતિય ફાયદા માટે મોદીએ પીડીપી સાથે ગઠબંધન કર્યું, જે દેશની સુરક્ષા પર ભારે પડ્યું. તેમણે લખ્યું કે મોદીએ પોતાના પર્સનલ ફાયદાના કારણે દેશને રણનીતિક નુકસાન થયું અને નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે.

You might also like